પ્રધાનમંત્રી મોદીએ રાજકોટની મહિલાને પૂછયું મ્યુનિ. આવાસ યોજનાની સુવિધા કેવી લાગી?

  • February 10, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના પ્રધાનમંત્રીના હસ્તે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નિર્માણ કરાયેલા હજારો આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્રારા નિર્માણ કરાયેલા ૨૩૫૩ આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠા ખાતેથી વચ્ર્યુલ લોકાર્પણ કયુ હતું તેમજ આવાસ યોજનાના લાભાર્થી સાથે સંવાદ કરીને પૂછયું હતું કે આવાસ યોજનાની સુવિધાઓ તમને કેવી લાગી ? જેના પ્રત્યુતરમાં મહિલાએ સંતોષ વ્યકત કર્યેા હતો. જયારે પ્રધાનમંત્રીએ લાભાર્થી મહિલાને બીજો પ્રશ્ન પૂછયો હતો કે તમારા પરિવારમાં બધા કેમ છે, ક્ષેમકુશળ તો છે ને ? જેના પ્રત્યુતરમાં પણ મહિલાએ ખુશી વ્યકત કરી હતી અને પરિવારના બધા સભ્યો આવાસ મળવાના કારણે આનંદિત હોવાનું જણાવ્યું હતું.


રાજકોટ ગ્રામ્ય–૭૧ વિધાનસભા મત વિસ્તારમાં વાવડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી રેખાબેન અનિલભાઇ ચૌહાણ નામના મહિલા સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી. રાજકોટ શહેરમાં ચાર સ્થળે વિધાનસભા વિસ્તાર મુજબ વિશાળ એલઇડી સ્ક્રીન મુકીને કાર્યક્રમ રાખવામાં આવ્યા હતાં. પ્રધાનમંત્રીના હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત ઇડબલ્યુએસ–૧ કેટેગરીના ૧૨૪૮ આવાસો, ઇડબલ્યુએસ–૨ કેટેગરીના ૧૦૫૬ આવાસો મળી કુલ ૨૩૦૪ આવાસો તેમજ રૂડાના મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળના ૪૯ આવાસો મળીને કુલ ૨૩૫૩ આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પુજન કરી ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ કેટેગરીના ૫૫૩ આવાસોના વેઇટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રૂડા દ્રારા ૧૪૩ આવાસો મળી કુલ ૬૯૬ આવાસોનો ડ્રો પણ પ્રધાનમંત્રીના હસ્તે યોજાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application