બાળકનાં વિકાસમાં કેલ્શિયમની ઉણપને કેવી રીતે દુર કરી શકાય

  • August 05, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્મથીજ બાળકના વિકાસ માટે ધ્યાન આપવું ખુબજ જરૂરી છે. બાળકના વિકાસમાં ખાસ મહત્વપૂર્ણ ભાગ એટલે પોષણયુક્ત ખોરાક. અનેક પોષક તત્વોની ઉણપના કારણે બાળકના વિકાસ અને વૃદ્ધીમાં સમસ્યા સર્જાતી હોઈ છે.  તેમાનું એક મહત્વનું પોષકતત્વ એટલે કેલ્શિયમ. જો બાળકમાં કેલ્શિયમની ઉણપ હોય છે તો તેના કારણે હાડકાં નબળા બને છે અને જો લાંબા સમય સુધી કાળજી લેવામાં ન આવે તો હાઈપરક્લેસીમિયા થવાનો ભય રહે છે. જેમાં કેલ્શિયમનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને તેના કારણે દાંતને લગતી સમસ્યાઓથી લઈને હાડકાંના વળાંક સુધીની સમસ્યાઓ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે બાળકના શરૂઆતના વિકાસમાં કેલ્શિયમની ઉણપને કેવી રીતે દુર કરી શકાય.


દિનચર્યામાં બાળકને યોગ્ય માત્રામાં કેલ્શિયમ આપવું જરૂરી છે. જો તમે નોન-વેજ ખાતા નથી અથવા બાળકને તે પસંદ નથી. તો કેટલીક શાકાહારી વસ્તુઓમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. આ ખોરાકને બાળકના આહારમાં સંતુલિત રીતે સામેલ કરવું જોઈએ.


લીલી ભાજી:

લીલા પાંદડાવાળા શાકભાજીને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં સારી માત્રામાં કેલ્શિયમ પણ જોવા મળે છે. લગભગ 100 ગ્રામ લીલા પાંદડાવાળા શાકભાજીમાં 279.3 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જો કે આમાંથી શરીરને કેટલું કેલ્શિયમ મળશે તે રસોઈ પદ્ધતિ પર આધારિત છે.


ડેરી ઉત્પાદનોમાં હોય છે વધુ કેલ્શિયમ:

મોટાભાગના લોકો માને છે કે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત દૂધ છે. પરંતુ તેનાથી પણ વધુ કેલ્શિયમ દૂધની બનાવટોમાં જોવા મળે છે. 100 ગ્રામ દૂધની બનાવટોમાં 755 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. જ્યારે દૂધની સમાન માત્રામાં 127.6 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.


કઠોળમાં પણ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત :


દિનચર્યામાં બાળકને વિવિધ પ્રકારના કઠોળ આપવા જોઈએ. આનાથી બાળકને એક સાથે અનેક પોષક તત્વો મળશે. કઠોળમાં કેલ્શિયમની માત્રા 100 ગ્રામમાં 102 મિલિગ્રામ હોય છે.


પલાળેલી બદામ:

દરરોજ સવારે પલાળેલી બદામ બાળકને આપી શકાય. આ સિવાય સવારે બદામ ખાવાથી બાળક ઉર્જાવાન બનશે. આ ઉપરાંત અખરોટમાં પણ કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ વિવિધ પ્રકારના અખરોટમાં 211 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News