રાજકોટ જ નહીં અન્યત્ર અનેક શહેરમાં સહકારી શરાફી મંડળીઓ કાર્યરત છે. લાખો, કરોડોની થાપણો, રોકાણો પડેલા હોય. આવી મંડળીઓમાં સમયાંતરે કોઈને કોઈ મંડળીઓ કોઈ કારણોસર કાચી પડતી હોય (ઉઠી જાય) રાતોરાત મંડળીઓને અલીગઢી તાળાઓ લાગીર જતાં હોય છે અને આખરે રોકાણકારો, થાપણદારોને રાતાપાણીએ રડવા જેવું થઈ પડે છે. શરાફી મંડળીઓમાં રોકારણ કરવું કેટલું સલામત? શરાફી મંડળીઓની શાખ આવા કૌભાંડોથી ખરડાઈ રહી છે અને રોકાણકારો હવે મોં ફેરવી રહ્યા છે. કૌભાંડ થાય એટલે ભોગ બનનારાઓને કયારેક પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ પગે પાણી ઉતરી જતાં હોય છે.
રાજકોટમાં વધુ એક સહકારી શરાફી મંડળી કાચી પડયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રોકાણકારોના દોઢ કરોડ પિયા ડૂબ્યા હોવાનો આંક દર્શાવાયો છે. મંડળીઓમાં જે રકમો કૌભાંડના આંકડામાં બતાવાની હોય છે એ તો કદાચિત નાનો જ ફીગર હોય છે ખરેખર તો ઘણાખરા રોકાણકારો એવા હોય છે કે, તેઓ કાંતો ફરિયાદ કરવા આવતા નથી અથવા તો ઉંચા વ્યાજ કે લાલચે પોતાની બ્લેક મની ઈન્કમનું મંડળીઓમાં રોકાણ કર્યુ હોય માટે જો આવી લાખો, કરોડોની મોટી રકમોની ફરિયાદ આપે તો ઉલ્ટાના પોતે સરકારી વિભાગ, આઈટીના સાણસામાં આવે. આવા કારણોસર પણ કદાચ મંડળીઓના કૌભાંડના આંક નીચા રહેતા હશે.
શરાફી મંડળીઓના પકડા નામ હેઠળ થાપણદારોના નાણા એકત્રિત કરવામાં આવે છે. શરાફી મંડળીઓ પોતાના એજન્ટો મારફતે ડેઈલી બચત કે આવી સ્કીમો હેઠળ રોજિંદા નાણા રોકાણકારો ખાતાધારકોની સ્કીમો ધરાવે છે. આ સ્કીમમાં મહત્તમપણે તો નાના શ્રમિક ધંધાર્થીઓ, રેકડીધારકો, ફેરી કરનારાઓ કે આવા નાની દુકાનો કે ચા-પાનના ગલ્લ ાવાળાઓ રોકાણકારો તરીકે મહત્તમ હોય છે તેઓ એવી આશાઓ સાથે રોજિંદા જેવી આર્થિક આવક એ મુજબ ૧૦૦, ૨૦૦ કે આવી રકમ બચત સ્કીમમાં મંડળીના એજન્ટોને આપતા હોય છે.
એજન્ટોએ મંડળીઓ દ્વારા પગાર સાથે કયાંક કયાંક આકર્ષક કમિશન પણ અપાતું હોય છે તેથી એજન્ટો પણ વધુને વધુ રોકાણકારો શોધી લાવે અને રોકાણ કરાવી કમિશન પ્રાપ્ત કરે છે. મંડળીઓમાં આવી લાખો, કરોડોની રકમ સાથે એ રકમ ઘણીખરી શરાફી મંડળીના સંચાલકો પોતાના અંગત અન્ય ધંધાઓમાં રોકાણ કરી દેતા હોય છે એ રકમ ફસાય કે એ ધંધામાં નુકસાન આવે એટલે મંડળીનું રોટેશન અટકે અને અંતે મંડળી છેલ્લ ે ઉચાળા ભરી જાય કાંતો મંડળી સંચાલકો જ આર્થિક ગોટાળો કરી પોબારા ભણી લે. આવી ઘણી ફરિયાદો રાજકોટ શહેરમાં જ નોંધાઈ ચૂકી છે છતાં આવા કૌભાંડો બંધ થતા નથી તેની માટે જવાબદાર કોણ? શું સરકારી બાબુ્રઓના જ હાથ ખરડાયેલા હશે? આવા પ્રશ્ર્નો પણ ઉભા થતાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech