ભારતમાં કાયદેસર રીતે કેટલો દારૂ ઘરમાં રાખી શકાય છે,દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમ

  • May 17, 2024 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરમાં પાર્ટી હોય કે પછી દારૂ પીવાના શોખીન હોય, બંને સ્થિતિમાં ઘણા લોકો ઘરમાં મોટી માત્રામાં દારૂ રાખે છે, પરંતુ જો કાયદાથી વાકેફ નથી તો આ આદત મોંઘી સાબિત થઈ શકે છે. કાયદા અનુસાર, ઘરમાં ચોક્કસ માત્રામાં જ દારૂ રાખવાની છૂટ છે, જેના માટે દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો છે.


દરેક રાજ્યમાં ઘરમાં દારૂ રાખવા માટે અલગ-અલગ નિયમો હોય છે.


દિલ્હી : દિલ્હીના રહેવાસીઓ તેમના ઘરમાં 18 લિટર સુધીનો દારૂ રાખી શકે છે. જેમાં બિયર અને વાઇન બંનેનો સમાવેશ થાય છે. અહીંના લોકોને 9 લિટરથી વધુ રમ, વ્હિસ્કી, વોડકા અથવા જિન રાખવાની છૂટ છે. જો કોઈ વ્યક્તિને દિલ્હીની બહાર દારૂ લેવો હોય તો તે માત્ર એક લીટર દારૂ લઈ શકે છે.


હરિયાણા : હરિયાણામાં એક વ્યક્તિ પોતાના ઘરમાં દેશી દારૂની 6 બોટલ (દરેક 750 મિલી), IMFLની 18 બોટલ (દરેક 750 મિલી), 6થી વધુ આયાતી વિદેશી દારૂ, 12 બિયરની બોટલો (650 મિલી), 6 રમ બોટલ રાખી શકે છે (750 મિલી). આ ઉપરાંત, વ્યક્તિ 6 વોડકા/સાઈડર/જિન બોટલ (750 મિલી), અને 12 વાઇનની બોટલ પણ રાખી શકે છે.


પંજાબ : પંજાબમાં કાનૂની મર્યાદા મુજબ, કોઈપણ વ્યક્તિ 1.5 લિટર સુધી વિદેશી આલ્કોહોલિક પીણાં (ભારતીય બનાવટ અને આયાતી બંને) ધરાવી શકે છે. આ સિવાય આ રાજ્યમાં રહેતા લોકોને 2 લીટર અથવા 6 લીટર બીયર રાખવાની પણ છૂટ છે.


ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશમાં રહેતા લોકો કાયદાકીય મર્યાદા મુજબ 1.5 લિટર વિદેશી આલ્કોહોલિક પીણાં (ભારતીય બનાવટ અને આયાત બંને) 2 લિટર વાઇન, 6 લિટર બિયર ધરાવી શકે છે.


આંધ્ર પ્રદેશ : આંધ્ર પ્રદેશના રહેવાસીઓ પરમિટ વિના ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) અથવા વિદેશી દારૂની ત્રણ બોટલ અને બિયરની છ બોટલ તેમના ઘરમાં રાખી શકે છે.


અરુણાચલ પ્રદેશ : માન્ય દારૂના લાઇસન્સ વિના, અરુણાચલ પ્રદેશમાં આબકારી કાયદા હેઠળ 18 લિટરથી વધુ IMFL અથવા દેશી દારૂ રાખવા પર પ્રતિબંધ છે.


પશ્ચિમ બંગાળ : અહીં 21 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ ભારતીય બનાવટની વિદેશી દારૂની 6 બોટલ (દરેક 750 મિલી) સુધી ખરીદી અને રાખી શકે છે. વધુમાં, તેઓ લાઇસન્સ વિના 18 જેટલી બિયરની બોટલો સ્ટોર કરી શકે છે.


આસામ : આસામમાં છૂટક વેચાણ IMFL ની 12 બોટલ, 4.5 લિટર રેક્ટિફાઇડ અથવા ડિનેચર્ડ સ્પિરિટ અને પ્રતિ વ્યક્તિ દીઠ 3 બોટલ (દરેક 750 મિલી) દારૂ સુધી મર્યાદિત છે.


ગોવા : અહીંના રહેવાસીઓ 12 IMFL બોટલ, 24 બિયરની બોટલ, 18 દેશી દારૂની બોટલો અને 6 બોટલ રેક્ટિફાઇડ અને ડિનેચર્ડ સ્પિરિટ ઘરે રાખી શકે છે.


હિમાચલ પ્રદેશ : અહીં એક વ્યક્તિ ઘરમાં 48 બિયરની બોટલ અને 36 વ્હિસ્કીની બોટલો રાખી શકે છે.


કેરળ : કેરળમાં 3 લિટર IMFL અને 6 લિટર બિયર ઘરમાં રાખવાની છૂટ છે.


મધ્યપ્રદેશ : ઉચ્ચ આવક ધરાવતા લોકો તેમના ઘરમાં 100 જેટલી "મોંઘી" દારૂની બોટલો રાખી શકે છે.


મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં દારૂ પીવા માટે કોઈપણ વ્યક્તિ પાસે લાયસન્સ હોવું જરૂરી છે. આ સિવાય અહીંના લોકોને સ્થાનિક અને આયાતી આલ્કોહોલિક પીણાં ખરીદવા, પરિવહન કરવા અને વપરાશ કરવા માટે પરમિટની જરૂર પડે છે.


રાજસ્થાન : ઘરમાં IMFL ની 12 બોટલ (અથવા નવ લિટર) સુધી રાખી શકો છો.


જમ્મુ અને કાશ્મીર : અહીંના રહેવાસીઓ તેમના ઘરમાં 12 IMFL બોટલ (750 મિલી જેકે દેશી વ્હિસ્કી સહિત) અને 12 બિયરની બોટલો (દરેક 650 મિલી) સુધી રાખી શકે છે.


મિઝોરમ, ગુજરાત, બિહાર, નાગાલેન્ડ અને લક્ષદ્વીપ શુષ્ક રાજ્યો છે. આ રાજ્યોમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ અહીં કાયદાનું ઉલ્લંઘન કરે છે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application