દ્વારકા જિલ્લાના સોથી મોટા ડેમની કામગીરી મંથર ગતિએ: ખેડૂતોમાં રોષ
જામનગર: દેવભૂમિ દ્વારકાના જામ રાવલ પાસે આવેલ સાની ડેમ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા આપતો ડેમ છે. આ ડેમ કલ્યાણપુર અને દ્વારકાના ૧૨૦ ગામડાને પીવાની તરસ છીપાવે છે. સાથે જ સાની ડેમ કલ્યાણપુર તાલુકાનાં ૧૦ જેટલા ગામોની ખેતી માટે આશીર્વાદરૂપ છે અને ખેતી અને ખેડૂતના વિકાસની ગાથા પણ આ ડેમને જ આભારી છે. ૧૯૮૯માં ડેમનું નિર્માણ થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને જીવાદોરી સમાન સાની ડેમના દરવાજા જર્જરીત હોવાથી ડેમ જોખમરૂપ હોવાથી નવનિર્માણ થઈ રહ્યું છે. સાની ડેમ દ્વારકા પંથકના ૪૫, કલ્યાણપુર પંથકના ૬૫થી વધુ ગામોની ૩૦થી વધુ વર્ષોથી તરસ સંતોષી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૧૦ ગામોના પીવાના મહત્ત્વનો સ્રોત સમા સાની ડેમની કામગીરી છ વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતી હોય, જેને ઝડપથી પૂર્ણ કરાવવા લોક માંગ ઉઠી છે.અમુક અંતરાયો બાદ ડેમની કામગીરી માત્ર ૫૦ ટકા જ પુર્ણ થઇ હોવાનુ મનાઈ રહ્યુ છે.જે સંભવત આવતા વર્ષે પુર્ણ થાય તેવી આશા સેવાઇ રહી छे.
દ્વારકા જિલ્લાના સૌથી મોટા સાની ડેમનુ કાર્ય આવતા ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય તેવું ખેડૂતો તથા ગ્રામજનો ઈચ્છી રહ્યા છે આ સાની ડેમની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીના લીધે સમગ્ર પંથકના ખેડૂતો માં રોષની લાગણી વ્યાપી છે,છેલ્લા ૬ વર્ષથી ખેડૂતો આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે,પીવાના તેમજ પિતના પાણીની સમસ્યાથી છુટકારો મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech