માણસો સાપથી ડરે છે કારણ કે તેમાં ઝેર હોય છે. માણસો જાણે છે કે જો કોઈ ઝેરી સાપ તેમને કરડે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ જશે. જો કે કેટલાક લોકો એવા છે જેમને સાપના ઝેરની અસર નથી થતી. ઈતિહાસમાં આવા ઘણા પાત્રો વિશે વાંચ્યું હશે જેમને સાપના ઝેર કે અન્ય કોઈ ઝેરની અસર નથી થઈ. આ એટલા માટે છે કારણકે તેઓ ઝેરથી બચવા માટે શરૂઆતથી જ તૈયાર હતા.
હિમાચલ પ્રદેશના અમર સિંહ
હિમાચલ પ્રદેશના અમર સિંહ 92 વર્ષના અમર સિંહે દાવો કર્યો હતો કે તેમને નાનપણથી અત્યાર સુધીમાં 272 વખત સાપ કરડ્યા છે, પરંતુ સાપના ઝેરની તેમના પર કોઈ અસર થઈ નથી. 2003માં જ્યારે આ વાત સામે આવી ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેને આવરી લીધું હતું.
તે સમયે મીડિયા સાથે વાત કરતા અમર સિંહે કહ્યું હતું કે સાપનું ઝેર તેમના પર અસર કરતું નથી કારણકે તેઓ શરૂઆતથી મીઠું ખાતા નથી. તેમનું માનવું હતું કે જો મીઠું નહીં ખાઓ તો સાપનું ઝેર તમને અસર કરશે નહીં. જોકે વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી.
વિજ્ઞાનનું માનવું છે કે જો કોઈ ઝેરી સાપ કરડે તો તે ઝેર તમને અસર કરશે તે નિશ્ચિત છે. ચોક્કસપણે શક્ય છે કે કોઈ વ્યક્તિ પર આ ઝેરની અસર વધુ હોય અને કોઈ વ્યક્તિ પર આ ઝેરની અસર ઓછી હોય. ઈતિહાસના એ પાત્રો જેમના વિશે એવો દાવો કરવામાં આવે છે કે તેમને ઝેરની કોઈ પણ અસર થઈ નથી.
ચંદ્રગુપ્ત પર ઝેરની કોઈ અસર ન થઈ
કેટલાક ઈતિહાસકારો માને છે કે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય તેમને બાળપણથી જ ઝેરની મર્યાદિત માત્રા આપતા હતા. ચાણક્ય એવું એટલા માટે કરતો હતો કે જો ભવિષ્યમાં ક્યારેય ચંદ્રગુપ્તને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવે તો ચંદ્રગુપ્તના શરીરમાં પહેલાથી જ તે ઝેર સામે લડવાની ક્ષમતા હોય.
વિષકન્યા વિશે પણ એવું જ કહેવામાં આવ્યું હતું
ઈતિહાસમાં વિષકન્યા વિશે ઘણું વાંચવા મળશે. તે એક ખૂનીની ભૂમિકા ભજવતી હતી. જે લોકો વિષકન્યા બનાવતા હતા તેઓ પૈસા લેતા હતા અને તેનો ઉપયોગ કોઈને પણ મારવા માટે કરતા હતા. આ વિષકન્યાઓને બનાવવા માટે બાળપણથી જ ઝેર આપવામાં આવ્યું હતું. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેઓ એટલા ઝેરી બની ગયા કે જો તે કોઈને નખના ઉઝરડા કરે તો પણ તે વ્યક્તિ મરી જાય. જો કે ઘણા ઇતિહાસકારો વિષકન્યાના પાત્રમાં વિશ્વાસ કરતા નથી. તેનું માનવું છે કે આ એક કાલ્પનિક પાત્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના સુદર્શને પાકિસ્તાની મિસાઈલને ધૂળ ચટાડી
May 08, 2025 04:15 PMભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech