અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં હતા. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા અન્ય દેશો કરતાં કંઈક અલગ છે. તેથી જ મતદાનના થોડા કલાકો બાદ જ પરિણામો જાહેર કરવામાં આવે છે. અમેરિકામાં ચૂંટણી પરિણામો આટલી ઝડપથી કેવી રીતે જાહેર થાય છે? મતોની ગણતરી કેવી રીતે થાય છે?
આ રીતે થાય છે મતદાન
ભારતમાં મતદારે મતદાન કરવા માટે મતદાન મથકે જવું પડે છે. જેથી ખાસ લોકોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા મળે છે. અમેરિકામાં ઘણા મતદારો પહેલેથી જ મેઇલ-ઇન બેલેટિંગ અથવા એડવાન્સ-ઇન-પર્સન વોટિંગનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘણા બધા મતો અગાઉથી એકત્ર થઈ જાય છે અને ચૂંટણીના દિવસે મતદાન શરૂ થાય તે પહેલા જ આ મતો તૈયાર થઈ જાય છે.
ભારતમાં, જ્યાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઈવીએમ મશીનો દ્વારા મત આપવામાં આવે છે. તો અમેરિકામાં આ માટે DRE મશીનનો ઉપયોગ થાય છે. પરંતુ મોટાભાગના સ્થળોએ મતદાન માટે મતદાન કાગળનો ઉપયોગ થાય છે. અમેરિકામાં લગભગ 98% મતદાન બેલેટ પેપર દ્વારા થઈ રહ્યું છે.
ગણતરી કેવી રીતે થાય છે?
અમેરિકામાં ચૂંટણી પૂરી થતાં જ મત ગણતરી શરૂ થઈ જાય છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં મતદાનનો સમય અલગ-અલગ હોય છે. જેના કારણે ઘણી જગ્યાએ અગાઉથી જ મતગણતરી શરૂ થઈ જાય છે. મતગણતરી પછી અમેરિકામાં ચૂંટણી અધિકારીઓ ડેટાનું સંકલન કરે છે અને તેને કેન્દ્રીય ડેટાબેઝમાં મોકલે છે. જેના કારણે મીડિયા અને જનતાને પણ રીયલ ટાઈમમાં અપડેટ મળે છે. આ જ કારણ છે કે અમેરિકામાં ચૂંટણી પૂરી થયાના થોડા કલાકો બાદ જ પરિણામો જાહેર કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech