જેટલી ઝડપથી ટેક્નોલોજીનો વિકાસ થાય છે, તેટલી ઝડપથી તે સસ્તી પણ બને છે. ડ્રોનનું પણ એવું જ છે. અગાઉ ડ્રોન ખૂબ મોંઘા હતા અને સામાન્ય માણસ માટે તેને ખરીદવું મુશ્કેલ હતું. પણ હવે એવું નથી. હવે તમે 5 થી 10 હજાર રૂપિયામાં ડ્રોન મેળવી શકો છો.
જો કે, તેમને ઉડાડવા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન દરેક માટે ફરજિયાત છે. ચાલો તમને જણાવીએ કે ડ્રોન ઉડાડવાનાં નિયમો.
ડ્રોન ઉડાડવા માટેના નિયમો
જો તમે ડ્રોન ઉડાડવા માંગતા હોવ તો તમારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ડ્રોન નિયમો 2021થી વાકેફ હોવું જોઈએ. આ નિયમો નેવી, આર્મી અને એરફોર્સ સિવાય દરેકને લાગુ પડે છે.
તમે કેટલું મોટું ડ્રોન ઉડાળી શકો છો?
આ નિયમ અનુસાર જો તમે કોઈપણ ડ્રોન ખરીદો છો, તો તમારે તેનું ડિજિટલી નોંધણી કરાવવી પડશે. આ સિવાય ડ્રોન ક્યાં ઉડાવવું છે તેની માહિતી પણ આપવી પડશે. ડ્રોન ગમે તેટલું નાનું હોય, તમે તેને પરવાનગી વિના ઉડાડી શકતા નથી. જો તમે પરવાનગી વિના ડ્રોન ઉડાડતા પકડાવ છો. તો તમારી સામે એરક્રાફ્ટ એક્ટ, 1934ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ડ્રોનનું કદ
ડ્રોનને ત્રણ સ્તરમાં વહેંચવામાં આવ્યા છે. નાના ડ્રોન, મધ્યમ ડ્રોન અને મોટા ડ્રોન. નાના ડ્રોનનું વજન 2 થી 25 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. મધ્યમ ડ્રોનનું વજન 25 થી 150 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. જ્યારે મોટા ડ્રોનનું વજન 150 થી 500 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. જ્યારે, આનાથી મોટા કોઈપણ ડ્રોન UAV એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ આવશે.
ડ્રોન માટે પણ લેવું પડે છે લાયસન્સ
એવું નથી કે તમે બજારમાંથી ડ્રોન ખરીદો અને તેને ઉડાવવાનું શરૂ કરો. જો તમારે ડ્રોન ઉડાડવું હોય તમારે ડ્રોન ઉડાડવા માટે યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. આ સિવાય તમે જે ડ્રોન ખરીદો છો, તેનો UIN નંબર ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પરથી જનરેટ કરવાનો હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech