ગુજરાત વિધાનસભાના તાજેતરના બજેટ સત્રમાં પસાર કરાયેલા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ને રાયપાલની મંજૂરી બાદ મહેસૂલ વિભાગે આ કાયદાના સુધારાઓને ૨૨ મે, ૨૦૨૫થી અમલમાં મૂકવા અંગેનું નોટિફેકશન જાહેર કયુ છે.
ગુજરાત સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભગં થતો હોવાથી રાયના શહેરોની આસપાસના વિસ્તારોના લોકો ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના હેતુ સાથે આ સુધારો કરવામાં આવ્યો હતો. જેનો અમલ હવે શ કરાશે.
જોકે, જેમણે સરકારી જમીન પચાવી હોય, સરકારી ખરાબાની જમીન હોય કે સ્થાનિક સત્તામંડળની જમીન પચાવી પાડી હોય અને તેના પર મકાન બાંધીને રહેતા હોય તેવા લોકોને આ સુધારાઓનો લાભ મળશે નહીં.
આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના હેતુ જે તે સમયે કાયદાની અજ્ઞાનતાને કારણે જરી હોય તેવી લેવાપાત્ર કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકના બાંધકામો કરવામાં આવ્યા હતા. જરિયાતમદં લોકો દ્રારા આવા કાયદાકીય મંજૂરી વગરના મકાનો બાંધકામો યોગ્ય અવેજ આપીને ખરીધા હતા અને તેનો રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી હવે રાય સરકારે આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરિયાત અનુભવી હતી.
જેને પૂરી કરવા માટે સરકારે આ જમીન મહેસૂલ સુધારા કાયદાની સુધારેલી જોગવાઈઓનો અમલ ૨૨ મેથી કરવાનું નક્કી કયુ છે. જેમણે પોતાની જમીન પર બાંધકામ કયુ છે, પણ જરી પરવાનગીઓ લેવાનું કોઇને કોઇ કારણોસર ચૂકી ગયા છે, પોતાની જમીનના પ્લોટ પાડીને કોઇએ વેચ્યા, તેના પર પ્લોટ લઇને મકાન બનાવ્યું, એ વ્યકિતને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી, અજાણતા શરત ભગં થયો છે. કાયદાની જાણકારીના અભાવે શરત ભગં થયો છે અથવા તો ઇરાદાપૂર્વક ન થઇ હોય તેવી ભૂલને કારણે તેમને સહન
કરવું ન પડે તે આ કાયદાના સુધારાઓના અમલનો મૂળ હેતુ છે. વિધાનસભા ગૃહમાં આ વિધેયકની કાયદામાં સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો રજૂઆત વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રા થશે. વધુ આર્થિક સદ્ધરતા પ્રદાન થશે, રહેણાકની પાયાની જરિયાતના કાયદેસરના હક્કો પ્રા થશે. તેમની મિલકતો ઉપર બેંકો દ્રારા અપાતી લોન મેળવી શકાશે.
અત્યાર સુધી કુલ ૨૩,૦૦૦થી પણ વધુ મિલકતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાશે અને અંદાજે . ૩૮૧ કરોડ જેટલી માંડવાળની અને અન્ય સરકારી ફીની વસૂલાત થઇ શકશે. હાલ આ કાયદાનો લાભ (૧) ગણોત ધારા–૧૯૪૮ની કલમ–૪૩ (૨) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ–૧૯૫૮ની કલમ–૫૭ તથા (૩)જમીન મહેસૂલ અધિનિયમ–૧૮૭૯ની કલમ–૬૫ અને લાભ મળે છે, પરંતુ હવે જમીન મહેસૂલ સુધારા કલમ–૬૮ વાળી જમીનોમાં આવેલી મિલકતોને કાયદાના અમલનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech