ગુજરાત કોકણ ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ગરમીનું જોર વધશે. ગુજરાત અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજથી આગામી તારીખ 28 સુધી ગરમ અને ભેજવાળા વાતાવરણનો અનુભવ લોકોને થશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. તો કોકણ અને ગોવામાં આજે અને આવતીકાલે બે દિવસ માટે હિટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે રાત સુધીમાં નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાશે અને તેના કારણે જમ્મુ કશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન સહિત પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં આજથી આગામી તારીખ 28 સુધી તોફાની પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આસામમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય અંદામાન નિકોબાર નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા સહિતના અનેક રાજ્યોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું છે કે ગુજરાતમાં મિનિમમ ટેમ્પરેચર જે અત્યારે હોવું જોઈએ તેના કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ છે અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન પણ રૂટીન કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધાબડિયું વાતાવરણ જોવા મળ્યું હતું દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું છે. સુરતમાં 36.4 દમણમાં 36.8 ડિગ્રી મહતમ તાપમાન રહેવા પામ્યું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.
આ ઉપરાંત ભુજમાં 35.5 નલિયામાં 35.6 ભાવનગરમાં 34.4 અમરેલીમાં 34.6 દ્વારકામાં 34.2 પોરબંદરમાં 35.5 વેરાવળમાં 35 સુરેન્દ્રનગર માં 36.3 રાજકોટમાં 36.7 મહુવા અને કેશોદમાં 35.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનાથ આજુબાજુથી ૨૮ ટન કચરો નીકળ્યો; શિવાલયો ફરતે સફાઇ કરવા ઠાકરનો આદેશ
February 25, 2025 02:31 PMસ્ટારબક્સ 1100 કર્મચારીઓને કાઢી મુકશે: યાદી તૈયાર કરાઈ
February 25, 2025 02:26 PMબોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જામનગરના ધારાસભ્યએ શુભકામનાઓ પાઠવી
February 25, 2025 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech