ચીનમાં આગની બે અલગ-અલગ ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે. મૃતકોમાં અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ ઘટના હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી, જ્યાં શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 વિદ્યાર્થીઓના મોત થયા છે.
આગ કાબૂમાં આવી
સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી. સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનની સમાચાર એજન્સી શિન્હુઆને ટાંકીને કહ્યું કે આગમાં દાઝી જવાને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે.
પ્રોડક્શન વર્કશોપમાં વિસ્ફોટને કારણે 8 લોકોના મોત
અન્ય એક ઘટનામાં, પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતના ચાંગઝોઉ શહેરમાં શનિવારે સવારે એક પ્રોડક્શન વર્કશોપમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સવારે 3.38 કલાકે થયો હતો. આ અકસ્માતમાં અન્ય આઠ લોકોને થોડી ઈજા થઈ હતી. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર ૧૯ નવેમ્બરે સંયુકત વિમોચન એકસરસાઇઝનું આયોજન
November 15, 2024 02:50 PMપોરબંદરમાં મહિલાઓને કિચન વેસ્ટમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની અપાઈ તાલીમ
November 15, 2024 02:49 PMપોરબંદર પોલીસે હાઈવે પર થતા અકસ્માતો નિવારવા વાહનોમાં લગાવ્યા રીફ્લેક્ટીવ પટ્ટા
November 15, 2024 02:46 PMઆરટીઓ–પોલીસ એકશનમાં: વધુ ૫૧ વાહનને પકડયા
November 15, 2024 02:45 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની ક્રિકેટ સ્પર્ધા માટે થયુ સિલેકશન
November 15, 2024 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech