વિવિધ મહાનુભાવોના હસ્તે શાળાની 12 જેટલી શિક્ષિકા બહેનોનું કરાયું સન્માન
જામનગરમાં આર્યસમાજ સંચાલિત શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના 78 માં સ્થાપના દિવસ પ્રસંગે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને શિક્ષિકા બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
શાળામાં એચએસસી અને એસએસસી બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ પરીક્ષામાં અલગ-અલગ વિષયમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરાવવા બદલ શિક્ષિકા બહેનો નીપાબેન મકવાણા, ભારતીબેન વ્યાસ, નયનાબેન આહુજા, જલ્પાબેન નકુમ, પ્રફુલ્લાબેન પડીયા, ઉર્વીબેન અગ્રાવત, સાયકાબેન જગોત, હેતલબેન દેલવાડીયા, મિન્ટુબેન ચોવટીયા, મનીષાબેન સોલંકી, નીપાબેન હુંબલ, હેતલબેન કાટબામણાનું અભિનંદન પત્ર અને સ્મૃતિભેટથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ સન્માન આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, ધીરજલાલ નાંઢા, ભરતભાઈ આશાવર, અરવિંદભાઈ મહેતા, હરીશભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, પ્રભુલાલભાઈ મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર, આશાબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, સુનીતાબેન ખન્ના, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાયર્િ પ્રફુલ્લાબેન પડીયા અને પ્રાથમિક વિભાગના આચાયર્િ સંગીતાબેન મોતીવરસ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર, રતનબાઇ ક્ધયા વિદ્યાલય અને ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જી.ડી. શાહ હાઇસ્કૂલના ટ્રસ્ટી જતીનભાઈ શાહ અને જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હર્ષિદાબેન જોશી, કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, પ્રવિણાબેન પડીયા, સરોજબેન વિરાણી, આર્ય આભા બહેનો સર્વ કૃપાબેન અંબારીયા, શ્રધ્ધાબેન દવે, ડો. સ્નેહાબેન વઢવાણા, મીતાબેન ચગ, આરતીબેન નાંઢા, ધર્મિષ્ઠાબેન ગોહિલના હસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સ્વાગત-પ્રવચન અને સંસ્થા શાળાનો પરિચય આચાયર્િ પ્રફુલ્લાબેન પડીયા દ્વારા આપવામાં આવેલ હતો. અધ્યક્ષીય ઉદ્દબોધન સભાના અધ્યક્ષ દીપકભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ હતું તેમજ આભારદર્શન આર્યસમાજ જામનગરના ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર અને માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા અને પ્રફુલ્લાબેન પડીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન મિન્ટુબેન ચોવટિયા અને અશ્માબેન મુન્દ્રા દ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech