કલેકટર, ચીફ ફાયર ઓફિસરની ઉપસ્થિતિમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું બહુમાન
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં માત્ર ૨ વર્ષનો રાજ નામનો બાળક પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગણતરીના સમયમાં ૧૦૮ અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં ઓકસીજન આપવાની કામગીરીથી લઈ બાળકને જીવિત બહાર કાઢવા સુધી સતત ૯ કલાક ઓપરેશન જીંદગી સફળતાપૂર્વક પાર પાડનાર જામનગર ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તથા ૧૦૮ ની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ તબક્કે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી જામનગરના ચેરમેન ભાર્ગવ ઠાકર તથા ટીમ દ્વારા ફાયર બ્રિગેડ, જામનગર ટીમના કામિલ મહેતા (સ્ટેશન ફાયર ઓફિસર), રાકેશ ગોકાણી (ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર), અજય પાંડિયન (ફાયર ઓપરેટર), જયંતિ સિંધવ (ફાયર ઓપરેટર), આલાભાઈ ડાંગર (૧૦૮), કમલેશભાઈ કંટારિયા (પાયલોટ,૧૦૮), એમ.ડી. પરમાર (ફાયર ઓફિસર,કાલાવડ) અને સમગ્ર ફાયર બ્રિગેડ, કાલાવડ ટીમના અશ્વિન પાટડીયા, આર.કે સુમરા, આર. પી. ગઢવી, આર.સી. પાંડિયન, જે.એ. વડેખણીયા, રિલાયન્સ ફાયર બ્રિગેડ ટીમના ના રિતેશ રાજ (ફાયર ઓફિસર, રિલાયન્સ ફાયર બ્રિગેડ), મહેશ જોરા (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ), હર્ષદ પાટીદાર (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ) નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે જામનગરના કલેકટર ભાવિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંકલન રેડ ક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય કિંજલભાઈ કે. કારસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જામનગર કલેકટર ભાવિન પંડ્યા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસ્નોઈ, ચેરમેન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, આઇ.આર.સી.એસ, જામનગરના ટ્રેનિંગ લીધેલા હંસાબેન કણજારીયા, નિકુલદાન ગઢવી, રિલાયન્સના આશિષભાઈ ખારોડ, મનોજભાઈ મણિયાર, કિરીટસિંહ વાળા, રાજુભાઈ ગોરી, વિશાલ ભાલાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં પોલીસ મીંદડી બની ગઈ, તલવાર-છરી સાથે લુખ્ખાઓ આવ્યા ને... જુઓ વીડિયો
December 19, 2024 04:24 PMધક્કામુક્કી મામલે ભાજપના 3 સાંસદો રાહુલ વિરુદ્ધ FIR નોંધાવવા પહોંચ્યા
December 19, 2024 04:12 PMભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ
December 19, 2024 03:48 PMદસ્તાવેજ કૌભાંડ: પ્યાદા નહીં મૂળ સુધી પહોંચવાનો કલેકટરનો આદેશ
December 19, 2024 03:46 PMવોર્ડ નં.૭, ૮, ૧૪ના વિસ્તારો અશાંત ધારામાં સમાવો: ધારાસભ્ય ટીલાળા
December 19, 2024 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech