હનીટ્રેપ? પોલીસના કમાઉ ફોલ્ડરે માનૂનીમાં મોહિત વેપારીને ખંખેર્યા!

  • January 03, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસમાં પાંચેય આંગળીઓ સરખી ન હોય તેવું છે. ઘણા ઘણા છૂપા કામ થતાં રહે છે, પોલીસની સાથે ફરતા કે જૂનો અનુભવ ધરાવતા સંકળાયેલા ફોલ્ડરો પણ જાણે પોલીસથી સવાયા જેવા બની ગયા છે. ચોક્કસ પોલીસના કમાઉ ફોલ્ડરે મોહિનીમાં મોહિત થયેલા પોતાના જ પરિચિત નમકીન ખાણીપીણીના ધંધાર્થી, વેપારીને જાળમાં ફસાવી મોટી રકમ ખંખેરી લીધાની સંબંધિત પોલીસ મથક કે એ વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી છે. નિ ાવાન પોલીસને એવો પણ ડર સતાવી રહ્યો હશે કે કેટલાંક લાલચુ સહકર્મીઓને કારણે આવા ફોલ્ડરના કારનામાથી ખરી પોલીસને દાગ લાગી રહ્યા કે કયારેક મોટું કાંડ કરશે તો શહેર પોલીસને બદનામ કરશે કે દઝાડશે?
રાજકોટ શહેર પોલીસમાં સ્ટાફ સોર્ટેજ અથવા તો મદદરૂપ બનવા માટે જીઆરડી, હોમગાર્ડઝને પણ ફરજમાં લેવાતા હોય છે. આ પૈકીના ઘણાખરા એવા હોય છે કે, પોલીસની સાથે ફરી ચોક્કસ કૂટેવોમાં પારંગત બની જાય છે. ઉપલા નાણા ઈચ્છુક કે લાલચી પોલીસ આવા જીઆરડી કે હોમગાર્ડનો લાભ લે કે એના થકી વહીવટ, શિકાર શોધે, અથવા તો પોતાના ખાનગી હોલ્ડરો ઉભા કરીને નેટવર્ક ચલાવે આવો એક જૂનો મહાશય પોલીસને સાથે પડછાયાની જેમ ફરીને પોલીસની રીતરસમો, વર્ક સ્ટાઈલ જાણી ગયેલા આ ચિન્ટુ (ભળતા જેવુ નામ)ને કહેવાય છે કે, તેની ચોક્કસ હનીટ્રેપ જેવી તેમજ અન્ય કૂટેવો તથા જે તે પોલીસ મથકના સાહેબો બદલતા માથા પરથી તેમનો હાથ હટી જતાં આ ચિન્ટુને ત્યાંથી રવાના કરી દેવાયો હતો. નવા વિસ્તારમાં ચિન્ટુ પોલીસ જેવા જ રોફ સાથે દેખાવ કરવા પોલીસ લખેલું ટીશર્ટ પહેરે, ખાખી પહેરીને બાઈકમાં ચક્કરો લગાવે કયારેક પીસીઆરમાં પણ ચડી બેસે કે જઈ ચડે.

કહેવાય છે કે, કેટલાંક પૈસા પ્રેમી પોલીસનો પ્યારો ચિન્ટુ શિકાર શોધી લાવે. પોતાનાથી પતે તો ત્યાં જ ખંખેરી લે નહીં તો ચાલ પોલીસ સ્ટેશને લઈ જવો પડશે. સાહેબે કીધું છે, કહી ધમકાવી, પોલીસ મથકે લઈ જવાનો ડોળ કરે રસ્તામાં કે ચોક્કસ સ્થળે અથવા તો ચોકીએ કે ત્યાં નજીક લઈ જવાય ત્યા હાજર ખરા સાથી પોલીસ દ્રારા કામ ઉતારાતા હોવાની ચર્ચા છે.
જૂની ફરજમાં કાંડ કે હનીટ્રેપ જેવા કામથી હાંકી કઢાયેલા ચિન્ટુએ થોડા સમય પૂર્વે પોતાના જ પરિચિત એવા નમકીનના ધંધાર્થી યુવકને હતીટ્રેપ જેવી જાળમાં ફસાવીને મોટી રકમમાં ખંખેરી લીધાની પોલીસ વર્તુળોમાં વાત છે. ચિન્ટુએ પરિચિત અને શોખીન નમકીન ધંધાર્થીને તેની જ જાણીતી એક મહિલા થકી માનૂની સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક કરાવ્યો હતો અને બાદમાં ઓપરેશન પાર પાડયું હતું. એક તબક્કે માનૂની દ્રારા પોલીસ ફરિયાદ કરવા સુધીની વેપારીને ધમકી અપાઈ અને આવા કાગળ પણ તૈયાર કર્યા હતાની વાત છે. શરણે આવેલા કે ફસાયેલા વેપારીએ વિશ્ર્વાસુ મનાતા ચિન્ટુ જ થકી છ આંકના મોટા ફીગરમાં કપાવું પડયું હતુની ચર્ચા છે.
માનૂનીમાં મોહિત થઈ ચિન્ટુ મારફત ખંખેરાયેલા કે વહીવટ થકી બચી ગયેલા નમકીનના વેપારી પર હનીટ્રેપ હતી કે મજા કરવા જતાં ફસાયા અને ચિન્ટુ થકી છૂટકારો મળ્યો? તે તો ચિન્ટુ, માનૂની કે વેપારી જાણતા હશે પણ થોડા વખતથી ચિન્ટુના આ કારનામાએ જે તે પોલીસ મથકમાં ભારે ચર્ચા જગાવી હતી. નિ ાવાન કે ખરી પોલીસ એવું પણ કહેતી હશે કે આપડા જ કેટલા કે આવા ફોલ્ડરોને લાલચે કે કામ માટે માથે ચડાવ્યા છે અને ફિલ્ડમાં પોલીસને દાગ લાગી રહ્યા છે. ઉપરોકત તમામ વાત હાલ તો કયાંય બહાર આવી નથી એટલે જો અને તો ચર્ચા, ખરી ખોટી કે અફવારૂપ માનવી રહી. કહેવાય કે ચર્ચાય છે કે ચિન્ટુથી તેની ટેવો કે કોઈ કારણોસર અર્ધાગની પણ અલગ થઈ ગઈ છે. પોલીસ પોતાના અંગત કામો, પતાવટ માટે ખાનગી માણસને સાથે રાખે તેને પોલીસની ચર્ચાતી ભાષામાં ફોલ્ડર કહેવાય છે.


પોલીસની નસ પારખું ચિન્ટુને રસોડા સુધી પહોંચી જવાની ફાવટ!!
પોલીસ સાથે રહી ફિલ્ડવર્ક જાણતા આ ફોલ્ડરે તેની છાપ પણ સગા, સંબંધી, સ્નેહી, પરિચિતોમાં પોલીસમાં જ હોવાની ઉભી કરી લીધી હોવાનું અને આ છાપને કારણે કામ ઉતારતો હોવાની ચર્ચા છે. અંધારામાં રહેતા કે અતિ વિશ્ર્વાસમાં આવી જતાં અધિકારીઓની પણ નસ કે શોખ, જરૂરિયાત પારખીને જોઈતું બધુ પુરૂ પાડે અને રસોડા સુધી પહોંચી જવાની ફાવટ હોવાની ચર્ચા છે, ચોક્કસ પોલીસ માટે ખનિજ ખનન, દારૂ, જુગાર, સ્પા કે આવી કોઈ ઈત્તર, અસામાજિક પ્રવૃતિઓમાં કમાઉ દીકરો હોવાથી બન્નેનું ચાલે તેમ હાથ ફેરવીને સાથે રાખતા હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application