બેટદ્વારકાના ડિમોલિશનને લઇ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી, કોણે ધમકી આપી તે અંગે તપાસ ચાલુ

  • January 13, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેટદ્વારકામાં ડિમોલિશનની પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી ચાલુ છે અને આજે પણ દાદાનું બુલડોઝર ત્યાં ફરી રહ્યું છે. સરકારી જમીન ખાલી કરાવાઈ રહી છે. જે અંતર્ગત 36,900 ચોરસ મીટર જમીન, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 19,35,72,000 છે. આ જમીન પર 144 રહેણાંક મકાનો અને એક ધાર્મિક સ્થળ બનેલું હતું જેનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. આ ડિમોલીશન બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી હતી.


આ ધમકી ટ્વીટર પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી. જેમાં રાજ્યમંત્રીને ટેગ કરવામાં આવ્યા હતા. આ વિવાદિત પોસ્ટને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ કરાઈ છે. જેમાં લખાયું છે કે  બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીને અમે યાદ રાખીશું. બેટ દ્વારકા હંમેશા આ વાત યાદ રાખશે. તમે જે આપ્યું છે તે જનતા અને બાળકો હંમેશા યાદ રાખશે.


હાલમાં એવી માહિતી મળી છે કે આ પોસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થઇ ગઈ છે અને તે પોલીસની પકડથી માત્ર હાથવેંત જ દૂર છે. ગુજરાતની ટેકનિકલ ટીમ અને દ્વારકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application