ટ્રાફિક વોર્ડનને માત્ર ટ્રાફિક નિયંત્રણ કરવાની જ સત્તા હોવા છતા તે પોલીસ કરતા પણ વધુ રોફ જાડતા હોવાના કિસ્સા બનતા રહે છે. શહેરના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશનના ટ્રાફિક વોર્ડન અને હોમગાર્ડ જવાને નંબર પ્લેટ વગરની કારના ચાલક સાથે તેની મંગેતર સામે બબાલ કરી પોલીસ સ્ટેશન પાસે તેને લઈ જાય ધોલ ધપાટ કરી તેની પાસેથી . ૫,૦૦૦ ની રકમ પડાવી લીધાની ભારે ચર્ચા જાગી છે. વાત થાણા અધિકારી સુધી પહોંચતા પરાક્રમ કરનાર બંને જવાનઓએ બારોબાર આ કારચાલક સાથે સમાધાન કરી લીધું હતુ.જોકે તેમ છતા (કાન) ગણાતા થાણા અધિકારીએ આ બંને પરાક્રમી જવાનોને ઓફિસમાં બોલાવી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢયાનું જાણવા મળ્યું છે.
ટ્રાફિક નિયંત્રણની સમાંતર વહિવટમાં પણ મશગુલ રહેતા ટીઆરપી જવાનોનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. શહેરના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશનની પીસીવાર ઢળતી સાંજે પેટ્રોલીંગમાં હતી તે સમયે શહેરના ઓળખ સમાન અને વર્ષેાથી શહેરના ફરવાલાયક સ્થળોમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવનાર સ્થળ પાસે પહોંચતા અહીં અહીં એક કાર નંબર પ્લેટ વગરની પડી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ટ્રાફિક વોર્ડન અને સાથે રહેલ હોમગાર્ડ જવાન નીચે ઉતર્યા હતા અને આ કારચાલક પાસે જઈ નંબર પ્લેટ બાબતે વાતચીત કરી હતી. આ સમયે કારમાં ચાલક સાથે તેની મંગેતર પણ હોય તેની સામે આ બંને અયોગ્ય ટોનમાં વાત કરતા કારચાલકને ટીઆરબી તથા હોમગાર્ડ જવાન સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કારચાલકને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. શહેરના મધ્યમાં આવેલા પોલીસ સ્ટેશન પાસેની શેરીમાં કાર ઉભી રખાવી બાદમાં વોર્ડન અને હોમગાર્ડ જવાને અસલ ઈરાદો જાહેર કરી નૈવધ ધરવા કહ્યું હતું. જેથી કાર ચાલકે રકમ આપવા હા કહી હતી અને નજીકના એટીએમ સેન્ટરથી પૈસા વિડ્રો કરી આ બંનેના હાથમાં પકડાવી દીધા હતાં.
મંગેતર સામે આ રીતે અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગયેલા કારચાલકને આ વાત મનમાં લાગી આવી હતી. બાદમાં તેણે પોતાના પરિચિત વ્યકિતને વાત કરી પોલીસ સ્ટેશનના થાણા અધિકારી (સુકાની) ને મળ્યા હતા અને ટ્રાફિક વોર્ડન તથા હોમગાર્ડ જવાને તેમની સાથે કરેલા આ વર્તનની વાત જણાવી હતી. જો કે સ્થિતિ પામી ગયા હોય કે પોલીસ સ્ટેશનમાં તેમના હિતેચ્છુએ અવગત કર્યા હોય, જે બન્યું હોય તે આ સમયે ટીઆરબી અને આ હોમગાર્ડ જવાન બંનેએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતા તે સમયે તેમનો સંપર્ક થઈ શકયો ન હતો.બાદમાં પીઆઈએ કારચાલકને યોગ્ય તપાસની ખાતરી આપી હતી.
વાત આગળ ના વધે તે માટે આ ટ્રાફિક વોર્ડન અને હોમગાર્ડ જવાનના હિતેચ્છુએ મધ્યસ્થી કરી કારચાલકને કલેકટર કચેરી પાસે બોલાવી પરાક્રમ કરનાર ટીઆરબી અને હોમગાર્ડ જવાનને પણ અહીં બોલાવી તેની પાસે માફી મંગાવી લઇ સમાધાન કરાવી નાખ્યું હતું.
આવી ઘટનાઓથી પોલીસ સ્ટેશનની છબી ખરડતી હોય ટીમના સકાનીને આ વાત પસદં પડી ન હતી માટે થાણા અધિકારીએ અધિકારીએ પરાક્રમ કરનાર આ વોર્ડન અને હોમગાર્ડ જવાનને પોતાની ઓફિસમાં બોલાવી આકરા શબ્દોમાં બંનેેને ઝાટકી નાંખ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech