ઇજનરે યુવકના માથે બંદુક રાખી કહ્યું, છુટાછેડા માટે પૈસા ન હોય તો એકાદ મિલકત નામે કરી દે

  • January 15, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇજનેર યુવાનને રામધણ આશ્રમ પાસે રહેતા સસરાએ છૂટાછેડા બાબતે વાતચીત કરવા ઘરે બોલાવ્યો હતો. બાદમાં અહીં બંને સાળાએ યુવાનને ગુાગં અને પેટના ભાગે પાટા મારી તેમજ પત્નીએ માથામાં ફલદાની મારી હતી. ત્યારબાદ સસરાના મિત્રએ યુવાનના કપાળ પર બંદૂક રાખી છૂટાછેડાના પૈસા ન હોય તો એકાદ મિલકત નામે કરી દેજે નહીંતર આટલી વાર લાગશે તેમ કહી ધમકી આપી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ આમ્ર્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ પેડક રોડ પર ગાંધી સ્મૃતી સોસાયટી ૨ શેરી નંબર ૧ માં રહેતા ઉત્તમ રમેશભાઈ ભાખર (ઉ.વ ૩૦) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામધણ આશ્રમ પાસે રહેતા તેના સસરા દામજી ઠુંમર, બે સાળા પંકજ અને મોહિત, પત્ની ધારા અને સસરાના મિત્ર વિનુ સખીયાના નામ આપ્યા છે. યુવાને જણાવ્યું હતું કે, તે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ફાલ્કન પંપમાં ઇલેકિટ્રકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે તેના લ ગત તા. ૧૦૧૨૨૦૨૩ ના ધારા સાથે થયા હતા બાદમાં બંને વચ્ચે મનમેળ ન રહેતા છેલ્લા છ મહિનાથી પત્ની માવતરના ઘરે રહે છે.
ગત તા. ૧૦૧ ના સવારે તે નોકરી હતો ત્યારે સસરા દામજીભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, છૂટાછેડા બાબતે વાતચીત કરવી છે તમે અહીં ઘરે આવો છો કે અમે તમારી કંપની આવી. જેથી યુવાન ગભરાઈને રામધણ આશ્રમ પાસે સસરાના ઘરે ગયો હતો. અહીં જતાં જ સાળા પંકજ અને મોહિતે ગાળો દેવાનું શ કયુ હતું અને છુટાછેડાના પૈસા બાબતે કહેતા યુવાને કહ્યું હતું કે, હમણાં મારી પાસે સગવડ નથી, મુદત આપો તેમ કહેતા પંકજે ધક્કો મારી યુવાનને પછાડી દઈ અને પગ પકડી અન્ય સાળા મોહિતે ગુાગં અને પગનાભાગે પાટા માર્યા હતા તેમજ પત્ની ધારાએ યુવાનને માથામાં ફલદાની મારી દીધી હતી. જેથી ગભરાઈને યુવાન ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરતા સસરાએ તેને પકડી લીધો હતો અને ગાળો આપી હતી.
દરમિયાન યુવાનને તેના સસરાના મિત્ર વિનુ સખીયાએ પોતાની પરવાનાવાળી બંદૂક કાઢી યુવાનના કપાળ પર રાખી કહ્યું હતું કે, જો છૂટાછેડા કરવાના પૈસા ન હોય તો તારા નામે રહેલી મિલકતમાંથી એકાદ મિલકત ધારાના નામે કરી દેજે નહીંતર આટલી જ વાર લાગશે તેમ કહી ધમકી આપી હતી. જેથી યુવાન અહીંથી બહાર નીકળી પોતાની કંપનીએ ચાલ્યો ગયો હતો અને બાદમાં તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બાદમાં આ ઘટના અંગે યવાને તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે રાયોટીંગ આમ્ર્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application