રાજકોટના મેટોડા નજીક જીઆઈડીસી પાસે હિટ એન્ડ રનના બનાવમાં માતા–પુત્રનું મોત નીપયું છે જયારે તણને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જીજે ૦૩ કે.એચ. નંબરની વરના કાર પૂર ઝડપે સ્પીડમાં આવી હતી અને ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે મેટોડા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા ગેઇટ નં–૨ પાસે શ્રીનાથજી પાર્કમાં રહેતી અને મૂળ બિહારની શીલુદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.૨૧) તેનો પુત્ર અંકુશ (ઉ.વ.૨) અને તેનો ભાઈ રાજા પાસવાન (ઉ.વ.૧૨) ત્રણેય ગઈકાલે સાંજે રોડ ક્રોસ કરી ચીજ વસ્તુઓ લેવા જતા હતા ત્યારે પુરઝડપે આવેલી બ્લેક કલરની વરના કારે ત્રણેયને ઠોકરે લેતા દૂર ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. જેમાં શીલાદેવીનું ઘટના સ્થળે જ મોત નીપયું હતું.
બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ ૧૦૮ અને પોલીસને ને જાણ કરતા સ્થળ પર પહોંચી અઢી વર્ષના બાળક અને તણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બાળકે પણ આખં મીંચી દીધી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા, મેટોડા પોલીસએ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી જરી પંચરોજ કામ કરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી કાર મૂકી નાશી છૂટેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech