કુચીયાદડ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહન ચાલકે અહીં ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પાસે યુવાનને લેતા યુવાનનું ગંભીર ઇજા થવા સબબ ઘટનાસ્થળે જ મોત થયું હતું.બનાવ અંગે એરપોર્ટ પોલીસ દ્વારા આ યુવાનની ઓળખ મેળવવા તેના વાલીવારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સર્જનાર વાહનચાલકની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ. જાડેજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.13/5 ના તેઓ ફરજ પર હતા ત્યારે પીએસઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે,કુચીયાદડ ગામ પાસે આવેલ મધુભાઈ ગોવર્ધનભાઈ ચેવડાવાળાના ફેક્ટરીના આઉટલેટ ગોડાઉન સામે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર સાતડા ગામના પાટીયાથી કુચીયાદડ ગામના ઓવરબ્રિજ તરફ જતા સર્વિસ રોડ પર એક અજાણ્યો પુરુષ (ઉ.વ 25) વાળો ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોય જેને 108 ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો છે. જેથી પીએસઆઇ જાડેજા તાકીદે અહીં પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવ અંગે પીએસઆઇની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા યુવાનની ઓળખ મેળવવા માટે તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. જ્યારે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ચાલકને ઝડપી લેવા અહીં હાઇવે પરના સીસીટીવી ફૂટે ચકાસવામાં આવી રહ્યા છે. યુવાન અંગે માહિતી હોય તો એરપોર્ટ પોલીસ સ્ટેશનના નં.૬૩૫૯૬૨૮૭૯૯ અથવા તપાસનીશ અધિકારીના પીએસઆઈ એસ.એસ.જાડેજાના મો.ન. ૯૬૨૪૨૬૭૮૭૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech