રાજયમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રફતારના રાજાઓ અવારનવાર અકસ્માતો સર્જી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની છે. ગોંડલનાં જેલચોકમાં ગત વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બેકાબુ કાર ચાલકે એક એકિટવા ચાલક મહીલા તથા બે લારીને હડફેટે લઈ અકસ્માત સર્યેા હતો. ઇજાગ્રસ્ત મહીલાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. અકસ્માત સર્જી કાર ચાલક નાશી છુટો હતો.યારે કાર દિવાલ સાથે અથડાઇ ઉભી રહી ગઇ હતી.
પ્રા વિગત મુજબ શહેરનાં જેલચોકમાં પુરપાટ ધસી આવેલાં જીજે ૫ સીએલ ૪૮૯૧ નંબરની બેકાબૂ અલ્ટો કાર ચાલકે રસ્તા પર બે લારીઓ સાથે મહીલા કોલેજ માં ફરજ બજાવતા એકિટવા ચાલક રશ્મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી.
રશ્મિબેન તેમના બાળકને પ્લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્ટેન્ડ પાસે આવેલી મહીલા કોલેજ તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રશ્મિબેનને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ માં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.હિટ એન્ડ રનની ઘટનાને પગલે જેલચોક માં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેલચોક વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો હોય જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત. ઘટનાની જાણ થતા ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પંહોચી નાશી છુટેલા કાર ચાલકને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech