વાંકાનેરમાં હીટ એન્ડ રન: ૧૭ વર્ષના સગીરનું મોત

  • May 21, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર પિતા પુત્ર નીચે ભટકાયા હતા જેમાં ૧૭ વર્ષનો સગીર ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન સગીરનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેરમાં વીસીપરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ બુખારી અને તેનો પુત્ર અહમદરજા(ઉ.વ ૧૭) સાથે ગત તારીખ ૧૭૫૨૦૨૪ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ બાઈક લઈને જતા હતા.બાઇક અનવરભાઈ ચલાવી રહ્યા હતા.દરમિયાન વાંકાનેરના મિલ પ્લોટ પાસે અજાણી કારે બાઇકને હડફેટે લેતા પિતા પુત્ર બંને બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં અહમદરઝાને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા સગીરને પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ગઈકાલ રાત્રિના સગીરનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર અહમદરજા બે ભાઈ એક બહેનના પરિવારમાં સૌથી નાનો હતો. સગીરના પિતા મિત્રને મળી પરત આવતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application