મોટરકારની ઠોકરે બાઈક ચાલક આધેડ ઈજાગ્રસ્ત
ખંભાળીયા શહેર-જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવો બનવા પામ્યા છે, જે પૈકી ખંભાળિયા નજીક કારની હડફેટે યુવાન ઇજાગ્રસ્ત થયો છે અને બીજા બનાવમાં મોટરકારની ઠોકરે બાઈક ચાલક આધેડ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવેલા શીરુતળાવ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ ભારાભાઈ પરમાર નામના 28 વર્ષના યુવાન બુધવાર તારીખ 3 ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યાના સમયે ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર નયારા કંપનીના મટીરીયલ ગેઈટની સામેના ભાગે ખંભાળિયા આવવા માટે વાહનની રાહ જોઈને ઊભી ઊભા હતા. તે દરમિયાન આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે રોંગ સાઈડમાં આવીને તેમને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાનીમોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હીલર ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા કારચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રામશીભાઈ લાલાભાઈ ગાગીયા નામના 57 વર્ષના આહિર આધેડ ગત તારીખ 2 ના રોજ તેમના જી.જે. 10 આર. 9651 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 15 કી.મી. દૂર કજૂરડા ગામના પાટીયા પાસે પહોંચતા જી.જે. 25 જે. 8549 નંબરની હ્યુન્ડાઇ કંપનીની મોટરકારના ચાલકે તેની કાર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને રામશીભાઈના મોટરસાયકલની પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે રામશીભાઈ ગાગીયાની ફરિયાદ પરથી હ્યુન્ડાઈ કંપનીનો મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech