કોઠારીયા રોડ પર રાત્રીના દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે હિસ્ટ્રીશીટર ઝડપાયો

  • June 14, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસીબી ઝોન– ૧ ની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કોઠારીયા રોડ શિવધામ સોસાયટી પાસેથી દા ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં સવાર રીઢા ગુનેગારને ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને કાર સહિત ૧૦.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન–૧ ના પી.એસ.આઇ બી.વી.બોરીસાગરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનપગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે કોઠારીયા રોડ શિવધામ સોસાયટી પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી સ્કોર્પિયો કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાં સવાર શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સુરજ જબરભાઈ કુનડા(ઉ.વ ૨૭ રહે. શિવધામ સોસાયટી શેરી નંબર ૨,કોઠારીયા રોડ) હોવાનું જણાવ્યું હતું. કારમાં તલાશી લેતા તેમાંથી અલગ–અલગ બ્રાન્ડનો ૫૨,૮૦૦ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો અને સ્કોર્પિયો સહિત કુલ પિયા ૧૦.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.

પોલીસે જણાવ્યું હતું કે, દાના જથ્થા સાથે ઝડપાયેલ સુરજ કુનડા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, આજીડેમમાં પોલીસ સ્ટેશનમાં નુકસાન કરવા અંગેના બે ગુના, ભકિતનગરમાં દા અને મારામારી, માલવીયાનગરમાં અને આજીડેમમાં મારામારીના મળી કુલ સાત ગુના નોંધાઈ ચૂકયા છે. આરોપી અગાઉ બે વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુકયો છે. દારૂ બાબતે સૂરજની પૂછતાછ કરતા તેણે કોઠારીયા રોડ પર રહેતા કચ્છો નામના શખસે આ દા આપ્યું હોવાનું રટણ કરતા આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે


લાખા બાપાની વાડી પાસે કવાર્ટરમાં ૪૦ બોટલ દારૂ ઝડપાયો

પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી.ચુડાસમાની રાહબરીમાં કોન્સ્ટેબલ તોફિકભાઈ મંઘરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જામનગર રોડ પર સ્લમ કવાર્ટર નંબર ૪૭ લાખા બાપાની વાડી પાસે કવાર્ટરમાં રહેતા મોહસીન ફિરોજભાઈ પઠાણ (ઉ.વ ૨૯) ના કવાર્ટરમાં તપાસ કરતા અહીંથી અલગ–અલગ બ્રાન્ડનો ૨૨,૯૫૦ ની કિંમતનો ૪૦ બોટલ દા મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો મોબાઇલ સહિત ૩૨,૯૫૦ ના મુદ્દામાલ કબજે કરી મોહસીન પઠાણની ધરપકડ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application