બરડા પંથકના ઐતિહાસિક યાત્રાધામો ભકતો માટે હંમેશા આસ્થા અને શ્રધ્ધાનું પ્રતીક

  • December 06, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના બરડા વિસ્તારના અમુક યાત્રાધામો ભકતો માટે હંમેશા આસ્થા અને શ્રધ્ધાનું પ્રતીક છે તેથી જ ત્યાં માત્ર સ્થાનિક જ નહી પરંતુ અન્ય રાજ્ય અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે અને યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે તેથી આ વિસ્તારના યાત્રાધામોને જોડતી બસસેવા શ‚ કરવામાં આવે તો વધુને વધુ પ્રવાસીઓ તેનો લાભ લઇ શકશે.
એટલું જ નહી પરંતુ સ્થાનિકકક્ષાએ પણ આ મંદિરો ઉપર આસ્થા અને શ્રધ્ધા ધરાવતા ભકતોને સરળતાથી પહોચવા માટે સારી એવી સુવિધા પ્રાપ્ત થશે.
પ્રવાસનધામો સુધી પહોચવા બસ સેવા અનિવાર્ય
પોરબંદરના બરડાપંથકના ગામડાઓમાં એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ  છે પરંતુ આ વિસ્તારના  યાત્રાધામોને જોડતી સળંગ બસ સેવા કોઇ નથી તેથી જો આ વિસ્તારના ધર્મસ્થાનોને જોડતી બસસેવા શ‚ કરવામાં આવે તો સારી એવી સંખ્યામાં યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓ પોરબંદરથી આ ‚ટ ઉપર જશે અને તેનાથી એસ.ટી. તંત્રને પણ સારો એવો ફાયદો થશે.
બાબડાનું ગાત્રાળ માતાજી મંદિર  અને તેનો ઇતિહાસ
પોરબંદરથી ખંભાળીયા હાઇવે ઉપર રોડ ટચ માત્ર ૧૦ કિ.મી.ના અંતરે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. તેના ઇતિહાસની વાત કરીએ તો જમદગ્નિ નામના ઋષિ પાસે એક કામધેનુ ગાય હતી. જે ગાયને સહાસ્ત્રાર્જુન નામનો અસુર છે તે હરણ કરી જાય છે. આ સહાસ્ત્રાર્જુન હજારો હાથવાળો હતો. ત્યારે જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ હતા. તે માતાજી પાસે પ્રાર્થના કરે છે. ત્યારે એક ગાય માતા ત્રાડ નાખે છે. આા ગાય માતાજીની ત્રાડમાંથી જગદંબા પ્રગટ થાય છે. આ જગદંબા દેવી સ્વ‚પ માતાજી ‘ગાત્રાળ’ તરીકે પૂજાય છે. બાબડા ગામમાં આવેલા મંદિરની પાછળ પણ એક પૌરાણિક કથા આવેલી છે. પહેલા જોધા માણેક અને મુ‚ માણેક નામના બે બહારવટિયા હતા. જ્યારે બહારવટુ કરીને પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં ચુંદડી જોવા મળી મુ‚ માણેક જ્યારે એ ચુંદડીને લઇને આગળ વધે છે ત્યાં એક સુંદર ક્ધયા પ્રગટ થાય છે. ત્યારે મુ‚ માણેક સમજી જાય છે કે આ તો સાક્ષાત માતાજી ગાત્રાળ ત્યારે એ માતાજીને પોતાના કૂળદેવી તરીકે સ્થાપવા પ્રાર્થના કરે છે. ત્યારે માતાજી એમની પાસે વચન માગે છે કે હું તારી સાથે જવા તૈયાર છે પરંતુ તું જ્યાં ઉભો રહીશ તો હું આગળ નહી. માતાજીના વચન પ્રમાણે ચુંદડી લઇ મુરુ માણેક આગળ વધે છે. બાબડા ગામનો બાબરા ચારણ મુ‚ માણેકનો પ્રિય હતો. મિત્રની આજીજીના હિસાબે  ત્યાં રોકાયો. માણેકે કહ્યુ કે આ મારા માતાજીને હું કયાં બિરાજવા આપુ ત્યારે બાબરા ચારણે કહ્યું કે જ્યાં મારા આવળ આઇ એની બાજુમાં મુરુ માણેક ચુંદડી મુકે છે. જમીને જ્યારે ચુંદડી લેવા જાય છે ત્યાં ઉપડતી નથી ત્યારે તેનું વચન યાદ આવે છે. માતા ગાત્રાળ આવળ માતાજી પાસે આજે પણ બિરાજમાન છે. 
બાબડાના મંદિરની વિશેષતા
બાબડામાં આવેલુ ગાત્રાળ માતાજીનું મંદિર ખંભાળીયા હાઇવે પર આવેલુ છે. પોરબંદરથી ૨૦ મિનિટનો રસ્તો આવેલો છે. ગાત્રાળ માતાજીના મંદિરની અંદર પ્રવેશતા પહેલા જમણી બાજુએ કુવો આવેલો છે. વિશાળ ગેટથી મંદિરમાં અંદર પ્રવેશ થાય છે. માતાજીના ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા અને છબી જોવા મળે છે. મંદિરના ગર્ભગૃહમાં બંને બાજુ ગાયની પ્રતિમાઓ જોવા મળે છે. મંદિરમાં અનેક શ્રધ્ધાળુઓ નૈવેદ્ય બનાવી શકે તેવી સુવિધા આપેલી છે. શ્રધ્ધાળુઓની ખાસ નવરાત્રિના દિવસોમાં આ મંદિરમાં ભીડ જોવા મળે છે.
સૂર્ય -રાંદલ નવગ્રહ મંદિરનો ઇતિહાસ
 ‘બગવદર’ એવું ગામનામ ત્યાં બિરાજતા બગ-ભગ-ભર્ગ ઉપરથી આવેલુ છે. ભર્ગ એટલે સૂર્ય. બગવદર એવા ગામનામાં ત્યાં બિરાજતા ભગવાન સૂર્યનારાયણનો સંકેત છે. બગવદરમાં આવેલ પ્રાચીન સૂર્ય-રાંદલ મંદિરથી ટેકો મળી રહે છે. ૧૯૭૮માં  બગવદરમાં જૂનામાં જૂનો અવશેષ સૂર્ય-રાંદલની પ્રતિમાઓ છે. જે નવનિર્માણ મંદિરનું ૨૦૦૫માં થયુ છે. ભારતની અંદર ભગવાન સૂર્ય નારાયણ માતાજી રાંદલની સાથે પ્રતિમા ધરાવતુ બગવદરનુ સૂર્ય રન્નાદે મંદિર છે.  નવા મંદિરના નિર્માણ કાર્યની સાથે નવગ્રહના રંગેને અનુ‚પ પ્રતિમા ધરાવતુ બગદરનું સૂર્ય રન્નાદે મંદિર છે.  નવા મંદિરના નિર્માણ કાર્યની સાથે નવગ્રહના રંગોને અનુ‚પ તેની અસલ પ્રતિમા બિરાજમાન છે. અહી અક્ષયતૃતીયાના દિવસે ઉગતા સૂર્યના સીધા કિરણો મૂળ સ્થાન પર પડે છે. આ સૂર્યસ્થાન ભર્ગ છે. તેના પરથી આ ગામનું નામ પડેલુ છે. પાંડવોના કાળનું આ મંદિર માનવામાં આવે છે.
સૂર્ય રાંદલ મંદિરની વિશેષતાઓ
પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર સૂર્યનારાયણ અને રાંદલ માતાજીનું મંદિર આવેલુ છે. ૨૦૦૩માં આ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયુ હતુ. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે. આ મંદિરના ગર્ભગૃહમાં  એપ્રિલથી ઓગસ્ટમાં સૂર્યના કિરણો સીધા મંદિરમાં પડે છે. સૂર્ય રન્નાદે મંદિરનું પ્રવેશદ્વાર ભવ્ય છે. અંદર પ્રવેશતા બંને બાજુ વિશાળ ગાર્ડન જોવા મળે છે. બાળકોને રમવા માટેના સાધનો પ્લેગ્રાઉન્ડ આવેલુ છે. ત્યારબાદ ત્યાંથી મંદિરની અંદર પ્રવેશ થાય છે. જેમાં સૂર્યનારાયણ અને માતાજી રાંદલ પતિ-પત્નીની પ્રતિમા જોવા મળે છે. આ મંદિરની અંદર માતાજીની અખંડ જ્યોત ઝબૂકે છે.આ મંદિરના ઘુમટમાં વિશેષ કલાકૃતિના નમૂના જોવા મળે છે. તેમજ મંદિરની ફરતે નવગ્રહના દેવતાઓના અસલી રંગ સાથેની પ્રતિમાઓ છે. તેમજ હનુમાનજી અને શિવજીનું મંદિર પણ અદ્ભુત છે.  અહીના શિવલિંગની પ્રતિમા એ સોમનાથના શિવલિંગ જેવી જ છે. 
મોઢવાડાના લીરબાઇ માતાજીનું મંદિરનો ઇતિહાસ
સંત દેવીદાસની પરંપરામાં પોરબંદર પંથકના સંત જીવણદાસ અને તેમના શિષ્ય લીરબાઇમાં છે. લીરબાઇમાંનો જન્મ વિ.સ. ૧૮૮૦ આસપાસ મોઢવાડામાં  સમાધિ વિ.સં. ૧૯૩૨ મહાસુદ બીજના રોજ રાણાકંડોરણામાં છે. ઇ.સ. મુજબ ૧૮૨૪થી ૧૮૭૬ સુધીની ૫૨ વર્ષની આયુમાં લીરબાઇમાને સ્વસ્વ‚પનો અનુભવ થયેલો અને મોઢવાડા, કેશવ, કોઠડી વગેરે ગામે તેમના આશ્રમોની સ્થાપના થયેલી છે. લીરબાઇમાંના પંથના અનુયાયી ધર્મધ્યાન તથા સેવાકાર્યમાં સમર્પિત જીવન જીવે છે. વૃક્ષો ઉછેરવા, ગાયને ચારો તથા પંખીને ચણ વગેરે વ્રતો પાળે છે. લીરબાઇના નામે અમુક ભજન રચના પણ જોવા મળે છે. લીરબાઇમા સંત કવિયત્રી તરીકે જાણીતા છે અને મોઢવાડા ગામમાં લીરબાઇએ ભગતની દીક્ષા ગ્રહણ કરી લીરબાઇના  પતિ વજસીને આ સમાચાર મળ્યા સોનબાઇ અને લીરબાઇની વાત સાંભળી વજસીનો મેળ ઓગળી ગયો. લીરબાઇ પાસે પોતાનો પશ્ર્ચાતાપ રજૂ કર્યો. ઘરકંકાસ છોડી તુલસીની માળા પહેરી લીધી હતી. કેશવ ગામે આવ્યા. લીરબાઇની કુખે ત્રણ સંતાનો જન્મ્યા. જેમાં પુંજો, પાતો અને બે પુત્ર અને એક દિકરી પુતીબાઇ બગવદર, સોઢાણા અને અડવાણા જેવા ફરતાય ગામોમાં અને બરડા પંથકમાં લીરબાઇની ખ્યાતી ખૂબ જ બંધાઇ ગઇ હતી. તેમનો રોટલો છેક દ્વારકા સુધી વખણાયો હતો. લીરબાઇના અનુયાયીઓ ગળામાં સફેદ ઝીણા મોતીની માળા પહેરે છે.
લીરબાઇએ પોતાનું જીવન સદાવ્રત, સમાજસુધારણા, પ્રભુભક્તિ અને મજનો રચીને એક આદર્શ ઉદાહરણ પૂરુ પાડયુ છે. સમય જતા લીરબાઇએ પોતાના ભકતગણને બોલાવીને રાણાકંડોરણા ગામે મહાસુદ બીજના વિ.સ. ૧૯૩૨માં જીવતા સમાધિ લીધી હતી. ગામમાં પ્રવેશતા જ તેમનું સમાધિ મંદિર આવેલુ છે. મોઢવાડામાં લીરબાઇની પુરા કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. મોઢવાડાના આશ્રમમાં સોનબાઇની પ્રતિમા પણ આવેલી છે. આમ, સનાતન ધર્મની સ્થાપના કરીને સમાજને સત્યતાના દર્શન કરાવેલ છે. 
લીરબાઇ માતાજીના મંદિરની વિશેષતા
મોઢવાડા ગામને શૂરવીરોનો ટીંબો તરીકે ઓળખાય છે. તેના અનેક સંત, ભકત અને શૂરવીર થયેલા છે. ત્યાં મોઢવાડાના સોનબાઇમા અને લીરબાઇમાતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિર માતાજી લીરબાઇ માંની સ્મૃતિમાં બંધાયેલુ છે. જેમાં સોનબાઇ મા, લીરબાઇ મા, રામદેપીરની પ્રતિમાથી ગર્ભગૃહ શોભાયમાન છે. આ મંદિર ૮૦૦ ફૂટનું મેદાન આવે છે. આ મંદિરનું સંચાલન ભરતભાઇ મોઢવાડીયા જેણે આ મંદિર બંધાવેલ હતુ. તેનું ટ્રસ્ટ આ મંદિરનું સંચાલન કરે છે. પ્રવેશદ્વાર ખૂબજ વિશાળ છે ત્યાંથી અંદરે પ્રવેશતા બંને બાજુ છાપરાવાળા બેસવાની જગ્યા છે. 
તેમજ મંદિરની બાજુએ અનેક પાળિયાઓના ખાંભા પણ જોવા મળે છે. તેમાં અનાજના સંગ્રહ માટે વિશાળ હોલ તેમજ ભોજનાલય છે. વિશાળ મેદાનની સાથે કુદરતી સૌંદર્ય સાથે મંદિર શોભે છે. તેમજ મંદિરની અંદર સંત દેવીદાસ અમર દેવીદાસ લખેલ છે. તેમને ગુરુ ધારણ કરેલ છે તેની પ્રતિમા પણ જોવા મળેછે. મંદિરની અંદર જ તેમનુ જૂનુ મકાન પણ આવેલુ છે. ત્યાંની મુલાકાત લેવી એ પણ એક લહાવો છે.
શનિદેવ મંદિર -હાથલાનો ઇતિહાસ
પોરબંદરને અડીને આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે હાલના બરડા ડુંગરનું શ્રૃષિકાલિન જુનુ નામ બટુકાચળ અને તેમના જંગલનું નામ પીપ્પલવન હતુ. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હરસ્થલ અને અત્યારનું આપણુ હાથલા નામ છે.
 અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી ઉપર બિરાજે છે તેવો થાય છે. હાથલાના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જૂના છે. શાસ્ત્રોકત રીતે શનિદેવના દશ નામ આ સ્થળના વનના નામ ઉપરથી પિપ્પલાશ્રમ અને વાહન હાથીની સવારી તે અહીંની જ છે. હાથલા સિવાય બીજે કયાય શનિદેવ હાથી ઉપર નથી. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. 
શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃધ્ધિ આપે છે. શનિદેવ ન્યાય કરવામાં કોઇની પણ લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગાભાઇ થાય છે. આ કારણે યમુના સ્નાનથી યમની અને તાપી સ્નાનથી  શનિદેવની નડતર દૂર થાય છે. 
ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવુ શનિદેવનું સ્થાન છ. ઇ.સ.ની છઠ્ઠી સાતમી સદીના મૂર્તિ, શનિકુંડ પુરાતત્ત્વ દ્વારા રક્ષિત છે.
શનિમંદિર હાથલાની વિશેષતાઓ
હાલના આ શનિદેવ અને શનિકુંડ જેઠવાઓના ઘૂમલી રાજથી કેટલાય વર્ષ પહેલાના. સમયનો હોય શકે. જેઠવાઓના સમયમાં જેઠવાઓ અને જાડેજાઓની લડાઇઓ આ વિસ્તારમાં બહુ થઇ છે. 
તેના કારણેે આ વિસ્તાર ઉજ્જડ થઇ જતા ૨૦૦-૨૫૦ વર્ષ સુધી અહી લોકો દર્શને આવેલ નથી. હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણમાં જ શનિકુંડ આવેલો છે. આથી આ ઐતિહાસિક સ્થળે શનિશ્ર્વરી અમાસના નિમિત્તે વહલી સવારથી શનિભકતો ઉમટી પડે છે. શનિદેવના દર્શન માટે ભકતોની લાંબી લાઇનો લાગતી હોય છે.
 ભારતભરમાં હાથલા શનિમંદિર એક જે એવુ સ્થાનક છે કે જ્યાં સ્ત્રીઓ સહિત ભકતો પોતાની જાતે ભગવાનની પૂજા-અર્ચના કરી શકે છે. હાલ આ મંદિરમાં હાથીની સપાટી ઉપર બાળ શનિદેવની પ્રાચીનમૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલિંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હયાત છે. શનિકુંડ ઉંડો છે. આ કુંડમાં કોસ અને રેટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધવામા આવ્યો છે. શનિદેવના સપરિવાર અહીં બિરાજતા હોવાથી મહિલાઓ નિજમંદિર સુધી જઇને દર્શન કરી શકે છે. આ સ્થાન ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
આ તમામ યાત્રાધામો પોરબંદરથી ૩૦ કિ.મી.ના એરિયામાં આવેલા છે તેથી આ યાત્રાધામોને જોડતી બસસેવા શ‚ કરવામાં આવે તો પ્રવાસીઓને અને યાત્રાળુઓને  સારી એવી સુવિધા પ્રાપ્ત થશે અને પોરબંદરના ટુરીઝમ ઉદ્યોગોને વિકસાવવાની વાતો થઇ રહી છે તેને પણ વેગ મળશે તેવુ જણાઇ રહયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application