હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું ૮૭ વર્ષની વયે નિધન

  • September 19, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનોરંજન ઉધોગમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયાના પિતા અને પ્રખ્યાત મ્યુઝીક ડાયરેકટર વિપિન રેશમિયાનું નિધન થયું છે. તેઓ એ ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કેટલાક સમયથી તેઓ મુંબઈની કોકિલાબેન ધીભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. બધાને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. તેમણે ગઈકાલે રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. હિમેશ રેશમિયા પિતાને પોતાના ગુ માનતા હતા. તે તેની ખૂબ જ નજીક હતા.
અહેવાલો અનુસાર, હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયા વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ અને બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમને કયારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ફેશન ડિઝાઇનર વનિતા થાપરે માહિતી આપી છે કે વિપિન રેશમિયાના અંતિમ સંસ્કાર આજે જુહત્પમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે. વિપિન રેશમિયાના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપતાં વનિતા થાપરે કહ્યું કે હત્પં ખૂબ જ દુ:ખી છું. હત્પં હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે તે હવે આ દુનિયામાં નથી. અમારો સંબધં ૨૦ વર્ષ જૂનો હતો. તે એક અત્પત વ્યકિત હતા, તેની રમૂજની ભાવના પણ અત્પત હતી.
વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન તેની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના કયા' માટે સંગીત આપવાની તક આપી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબધં બંધાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News