હિમાચલ પ્રદેશની સુખુ સરકારને હાઈકોર્ટના એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈકોર્ટે આજે એચપીટીડીસીની ખોટ કરતી ૧૮ હોટેલોને તાત્કાલિક અસરથી બધં કરવાનો આદેશ જારી કર્યેા છે. આ હોટલોમાં ધ પેલેસ હોટેલ ચેઈલ, હોટેલ ગીતાંજલિ ડેલહાઉસી, હોટેલ બગલ દરલાઘાટ, હોટેલ ધૌલાધર ધર્મશાલા, હોટેલ કુણાલ ધર્મશાળા, હોટેલ કાશ્મીર હાઉસ ધર્મશાલા, હોટેલ એપલ બ્લોસમ ફાગુ, હોટેલ ચંદ્રભાગા કીલોંગ, હોટેલ દિયોદર ખિયાર, હોટેલ ગિરિગંગા ખારાપથર, હોટેલ સરવરી કુલ્લુ, હોટેલ લોગ હટસ મનાલી, હોટેલ હડિંબા કોટેજ મનાલી, હોટેલ કુંજુમ મનાલી, હોટેલ ભાગસુ મેકલિયોડગંજ, હોટેલ ધ કેસલ નાગ્ગર કુલ્લુ અને હોટેલ શિવાલિક પરવાનુનો સમાવેશ થાય છે.હોટલોની જાળવણીમાં સંસાધનોનો બગાડ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જસ્ટિસ અજય મોહન ગોયલે આ હોટલોને બધં કરવા અંગેના આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પેારેશનના મેનેજિંગ ડિરેકટરને વ્યકિતગત રીતે જવાબદાર ઠેરવ્યા છે. આ આદેશનું કારણ સમજાવતા કોર્ટે કહ્યું કે પ્રવાસન વિકાસ નિગમ દ્રારા આ સફેદ હાથીઓની જાળવણીમાં જાહેર સંસાધનોનો વેડફાટ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આમ કરવું જરી છે.
કુલ ૫૬ હોટલો દ્રારા કરવામાં આવતાબિઝનેસની માહિતી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ માહિતીની તપાસ કર્યા બાદ કોર્ટે ઉપરોકત હોટેલોને સફેદ હાથી ગણાવી હતી અને કહ્યું હતું કે આ હોટેલો રાય પર બોજ છે. કોર્ટે કહ્યું કે ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પેારેશન નફો કમાવવા માટે તેની સંપત્તિનો ઉપયોગ કરી શકયું નથી. આ મિલકતોનું સંચાલન કરવાનું ચાલુ રાખવું એ સ્વાભાવિક રીતે રાયની તિજોરી પર બોજ સિવાય બીજું કઈં નથી. કોર્ટ એ હકીકતનો ન્યાયિક સંજ્ઞાન લઈ શકે છે કે રાય સરકાર કોર્ટ સમક્ષ આવતા નાણાં સંબંધિત કેસોમાં દિવસેને દિવસે નાણાકીય કટોકટી વિશે વાત કરતી રહે છે.
કોર્ટે આ આદેશ પ્રવાસન નિગમના નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય લાભ ન આપવા સંબંધિત કેસની સુનાવણી કર્યા બાદ આપ્યો હતો. કોર્ટે ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પેારેશનના મેનેજિંગ ડાયરેકટરને ઉપરોકત હોટલ બધં કરવા સંબંધિત આ આદેશોના અમલીકરણ માટે એક અનુપાલન સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે એચપીટીડીસીને નિવૃત્ત વર્ગ ૪ કર્મચારીઓ અને તે કમનસીબ કર્મચારીઓની યાદી રજૂ કરવા પણ કહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech