વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જમ્મુ કશ્મીર અને હિમાલયન રીજીયનમાં અનેક જગ્યાએ હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. તેની અસરના ભાગપે દિલ્હી પંજાબ હરિયાણા અને અન્ય વિસ્તારોમાં આજે સવારે ધુમ્મસનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હિમવર્ષા થઈ રહી છે પરંતુ તે સાધારણ હોવાના કારણે વાતાવરણમાં મોટો પલટો આવે તેવી શકયતા નથી. પરંતુ ઠંડીનો ચમકારો હવે શ થઈ જશે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા
મુજબ આજે ધુમ્મસના વાતાવરણના કારણે દિલ્હીમાં પાલમ એરપોર્ટ પર સવારે ૮:૦૦ થી ૦૯:૩૦ વાગ્યા સુધી અને સફદરગજં એરપોર્ટ પર સવારે ૭:૦૦ વાગે ઝીરો વીઝીબીલીટી હતી. આ વાતાવરણના કારણે અનેક લાઈટના શેડુલ ખોવાઈ ગયા હતા.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણમાં બદલો આવી રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં નોર્થ વેસ્ટના રાયોમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. મધ્ય ભારતમાં લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ પૂર્વના રાયોમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો આગામી દિવસોમાં થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech