એડવોકેટની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી રાજયની વડી અદાલત
ખંભાળીયાના હર્ષદપુર ગામના ચકચારી રુા. ૭ કરોડની જમીન કાભાંડના બોગસ વેંચાણ દસ્તાવેજ કરનાર મુખ્ય આરોપીને જામીન મુકત ગુજરાતની વડી અદાલતે કર્યો છે, નોંધનીય છે કે ચાર્જશીટ થાય તે પહેલા જામીન મંજુર થયા છે.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના રહેવાશી રશ્મિનકુમાર ઉર્ફે રામભાઈ જટાશંકર શુકલ જાતે-બ્રાહમણ (ઓદીચ્ય)એ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ, આઈ.પી.સી. કલમ ૧૨૦(બી), ૧૭૭, ૨૦૫, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૫૦૪, ૫૦૬(૨) મુજબ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીના એન.આર.આઈ. કુટુંબી મામા સ્વ. કાંતિલાલ પ્રભાશંકર સુંદરજી જોષી (ઔદીચ્ચ) ની ખંભાળીયા તાલુકાના મોજ હર્ષદપુર ગામની ખાતા નંબર ૧૪૫ તથા તેના સર્વે નંબર ૧૧૦ તથા ૧૨૫ વાળી હેકટર આરે ચોરસ મીટર ૦-૭૩-૮૫ વાળી બજાર કિમંત રૂપીયા ૭,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપીયા સાત કરોડ પુરા/- વાળી જમીન પચાવી પાડવા માટે આરોપીઓ ગુનાહિત કાવતરૂ રચી આરોપી કાતિલાલ પ્રભાશંકર ઉમીયાશંકર જોષી નાઓએ મરણજનાર કાતિલાલ પ્રભાશંકર સુંદરજી નું નામ ધારણ કરી તે નામે ખોટા આધારકાર્ડ તથા ચુંટણીકાર્ડ બનાવી આ કામના આરોપી બહેરામશા શહિયર કુપર નાઓને તા.૨૧/૦૪/૨૦૧૮ ના ગોરેગાંવ મુંબઈ ખાતે કુલમુખત્યારનામું કરી આપી બાદ આ ફર્જી્ કુલમુખત્યારનામું ના આધારે આરોપી બહેરામશા શહિયર કુપરનાઓએ આ કામના આરોપી હુશેનભાઈ ઈશાભાઈ લંઝા તથા આરોપી મધુકાંત શાહ નાઓને ખંભાળીયા સબ-રજીસ્ટ્રાર કચેરીમાં તા.૦૪/૦પ/૨૦૧૮ના ફર્જી્ વેંચાણ દસ્તાવેજ કરી આપી.
બાદમાં આ કામના આરોપી કાંતિલાલ પ્રભાશંકર ઉમીયાશંકર જોષીનાઓએ ફરીથી આ કામના આરોપી સદુભા નવુભા ચુડાસમાને તા.૦૧/૦૭/૨૦રરના રોજ ખંભાળીયા સબ રજીસ્ટ્રર કચેરીમાં ફર્જી્ વેંચાણ દસ્તાવેજ કરી આપેલ જેમાં મજકુર આરોપી મહેન્દ્રસિંહ રતુભા જેઠવાએ આરોપી કાતિલાલ પ્રભાશંકર ઉમીયાશંકર જોષીની ખોટી ઓળખ આપી તેમજ આ કામના ફરીયાદીએ પ્રાંત અધિકારી વિભાગમાં અપીલ અરજી નંબર ૩૮/૨૦રર કરતા આ કામના આરોપી હબીબભાઈ હાજીભાઈ કુરેશીએ આ કામના આરોપી કાતિલાલ પ્રભાશંકર ઉમીયાશંકર જોષી પાસેથી સદરહુ જમીન સને-૨૦૧૮માં સાટાખત કરી ખરીદી કરેલનો દાવો કરી અપીલ અરજી નંબર ૩૮/૨૦૦૨ ના-મંજુર થતા આ કામના આરોપી કાતિલાલ પ્રભાશંકર ઉમીયાશંકર જોષી તથા આરોપી સદુભા નવુભા જાડેજાએ અપીલ અરજી નંબર ૩૮/૨૦રર ના હુકમ સામે કલેક્ટર દેવભૂમિ-દ્વાારકા માં રીવીઝન અરજી નંબર ૧૦/૨૦૨૩ તથા ૧૪/૨૦૨૩ કરી સદુભા નવુભા ચુડાસમા તથા મહેન્દ્રસિંહ રતુભા જેઠવા નાઓએ ફરીયાદીને આ રીવીઝન અરજીમાં કોઈ આધાર પુરાવા રજુ ન કરવાનું કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેવા મતલબની ફરીયાદ નોંધાવેલ હતી.
જે ફરીયાદના આધારે તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ, જે ફરીયાદ અનુસંધાને આરોપી સદુભા નવુભા ચુડાસમા એ પોતાને જામીન ઉપર મુકત થવા ખંભાળીયાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી, જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ પોતાના વકિલ મારફત ગુજરાતની વડી અદાલતમાં જામીન અરજી કરેલ હતી, જે જામીન અરજી મંજુર કરીને ગુજરાતની વડી અદાલતે અરજદાર (આરોપી) સદુભા નવુભા ચુડાસમા ને રૂપીયા ૧૦,૦૦૦ના જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.
આરોપી સદુભા નવુભા ચુડાસમા વતિ પીયુસભાઈ એમ. લાખાણી (એડવોકેટ), નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), રીટાબેન પી. લાખાણી (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), તૃષાર બી. ત્રિવેદી (એડવોકેટ), ધ્વનિ પી. લખાણી (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), નીલ પી. લાખાણી (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ), અલ્ફાઝ એ. મુન્દ્રા (એડવોકટ), અશ્વિન એ. સોનગસ (એડવોકેટ) રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech