રાજકોટ સહિત રાયભરમાં ચકચાર મચાવનારા ટીઆરપી ગેમઝોન અિકાંડમાં સંડોવાયેલા છ આરોપીએ બિન તહોમત છુટવા હાઇકોર્ટમાં કરેલી અરજીમાં મુદત પડી છે. જે અરજીની સુનાવણી આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે યારે બે આરોપીએ નવા કાયદા મુજબ પ્રોસિકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા ત્રણ સરકારી કર્મચારીને હાઇકોર્ટ દ્રારા જામીન આપવામાં આવ્યા છે યારે જમીન માલિક જાડેજા બંધુ સહિત ચાર આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે આ ઉપરાંત અિકાંડ કેસમાં સંડોવાયેલા આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, એટીપી ગૌતમ દેવશંકર જોષી, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, ભીખા જીવા ઠેબા અને નિતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢાએ કેસમાંથી બીનતાહોમત છુટવા માટે કલમ ૨૫૦ મુજબ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે તમામ આરોપીઓની અરજીમાં મુદત પડી છે. અને તમામ બિનતહોમત છૂટવાની અરજી પર આગામી ૧૩ મી ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ટીઆરપી અિકાંડમાં સંડોવાયેલા આરોપી નિતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા અને ધવલ ભરતભાઈ ઠક્કરે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ–૨૪૯ મુજબ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા અને આરોપીને કલમ–૨૫૦ મુજબ ડીસ્ચાર્જ કરવા અરજી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પ્રોસીકયુશન કેસ ઓપન કરવાની અરજી ચાલવા ઉપર આવતા હાઈ કોર્ટે બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર અને ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્રારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ બંને આરોપીએ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસમાં હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ, રાજકોટ સેશન્સ કોર્ટમાં સ્પે. પીપી તુષાર ગોકાણી, એડિ. સ્પે. પીપી નિતેશ કથીરીયા, હતભાગી પતિવાર વતી બાર એશો.ના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને હાઇકોર્ટમાં ભોગ બનનાર વતી ડિસ્ટ્રીકટ બાર એશો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે, કીર્તિ હડિયા, રમેશ જાદવ અને પધ્મિની પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech