સહકારી મંડળીઓમાં ભરતીના નિયમો ઘડવા સરકારને હાઈકોર્ટે કરેલો આદેશ

  • January 24, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર સહકારી મંડળીના કર્મચારીઓની ભરતીના મામલે નિયમો ઘડવા ગુજરાત સરકારના સહકાર સચિવ સોગંદનામુ કરે તેવો હાઇકોર્ટ દ્રારા આદેશ કરવામાં આવ્યો છે.રાયની સહકારી મંડળીઓ અને નિર્દિષ્ટ્ર સહકારી મંડળીઓના લાખો કર્મચારીઓની નોકરી સંબંધિત નિયમો નથી આ મુદ્દે હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં સરકારના સહકારી વિભાગના રજીસ્ટ્રાર તરફથી એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ સોગંદનામામાં કોઈપણ પ્રકારની સ્પષ્ટ્રતા ન હોવાથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારના સહકારી વિભાગના મુખ્ય અધિક સચિવને સોગંદનામું કરવાનો આદેશ કર્યેા છે. આ કેસની વધુ સુનાવણી ૨૮મી ફેબ્રુઆરીના હાથ ધરવામાં આવશે.
આ મામલે ધી ચામુંડા કોટન સેલ્સ એડવોકેટ શિવાંગ જાનીએ હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે,ગુજરાત રાયમાં ૮૫ હજાર પ્રાથમિક સહકારી મંડળી, ૩૦૦ નિર્દિષ્ટ્ર સહકારી મંડળીઓ છે. જેમાં કામ કરતાં લાખો કર્મચારીઓ માટે તેમની નોકરી અંગેનો કોઇ નિયમો હજુ સુધી ઘડવામાં આવ્યા જ નથી. સહકારી કાયદાની કલમ ૭માં આ નિયમો ઘડવા અંગેના અધિકાર સરકારને અપાયા છે. તેમ છતાંય સરકારે ભારે ઉદાસીનતા દાખવી છે અને કોઇ નિયમો બનાવવામાં આવ્યા નથી. જેના કારણે રાયના હજારો સહકારી મંડળીઓમાં કામ કરતાં કર્મચારીઓનું ભાવિ અનિશ્ચિત રહે છે. તેથી સહકારી કાયદાની કલમ ૭૬ હેઠળ નિયમો ઘડવાના આદેશ સરકારને આપવામાં આવી હતી. એવી રજૂઆત પણ કરાઈ  કે, સહકારી કાયદાની કલમ–૧૫૬ અન્વયે ગુજરાત કો–ઓપરેટિવ કાઉન્સિલની છે. જેમાં સહકાર સચિવ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ટોચની સંસ્થાના અધિકારીઓ સભ્ય તરીકે રાખવાના હોય છે. આ કાઉન્સિલે નીતિ વિષયક નિર્ણયો અને કઇ રીતે વિકાસ થાય એના સૂચનો સરકારને કરવાના હોય છે. કાયદાની આ જોગવાઇનો સરેઆમ ભગં થઇ રહ્યો છે અને છેલ્લ ે વર્ષ ૨૦૧૧માં કાઉન્સિલની એક બેઠક થઇ હતી, ત્યારબાદ પણ સતત કાઉન્સિલનું ગઠન કરીને બેઠક કરવી જોઇએ. પરંતુ એ પણ કરવામાં આવતી નથી. તે ઉપરાંત કાયદાની કમલ–૧૫૬ હેઠળ સહકારી મંડળીઓમાં ખરીદી માટેના નિયમો અને ઇ–કોમર્સથી ખરીદી કરવી જોઇએ કે નહીં એ બાબતે પણ રિટમાં દાદ માંગવામાં આવી છે.
આ સમગ્ર મામલે સહકાર વિભાગના રજીસ્ટ્રાર દ્રારા રજૂ જવાબથી કોર્ટ સંતુષ્ટ્ર ન થતાં કાયદાના અમલીકરણ અંગે સ્પષ્ટ્રતા કરવા સહકાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હાઇકોર્ટે આદેશ કર્યેા છે. હવે આ અંગેની વધુ સુનાવણી આગામી ૨૮ ફેબ્રુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application