દ્વારકાના કુરંગામાં આરએસપીએલના પ્રકરણમાં હાઇકોર્ટ લાલઘૂમ

  • April 24, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીપીસીબીને ફટકાર્યો ર0 લાખનો દંડ: પ્રદૂષણના મામલે કુરંગાના ખેડૂતોએ કરેલી અરજીને ઘોળીને પી જનારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વડી અદાલતે ફટકાર્યો કાનૂની દંડો


દેવભૂમિ દ્વારકા ખાતે જોખમી પ્રદૂષિત એફલુઅન્ટ છોડી હતા, જમીન અને પાણીનું મોટાપાયે પ્રદૂષણ ફેલાવનાર આરએસપીએલ કંપની વિઘ્ધ યોગ્ય અને આકરા પગલાં નહીં લેનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓનો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ઉધડો લઇ નાંખ્યો હતો અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ જીપીસીબીને ર0 લાખ પિયાનો દંડ ફટકાર્યો હતો.


ચીફ જસ્ટિસની ખંડપીઠે કંપની દ્વારા ફેલાવાતા જોખમી એફલુઅન્ટ અને પ્રદૂષ્ાણના કારણે જે સ્થાનિક ખેડૂતોની જમીન અને ખેતી નષ્ટ થઇ ગઇ છે. તેના નુકસાન પેટે અને માનસિક ત્રાસ અને કોર્ટ કાર્યવાહી કરવી પડી તેના ખર્ચ પેટે દંડની આ ર0 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા જીપીસીબીને ફરમાન કરાયું હતું.
આ ઉપરાંત જીપીસીબીના ચેરમેનને આ સમગ્ર પ્રકરણમાં કસુરવાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની વિઘ્ધ ઇન્કવાયરી કરવા પણ હુકમ કર્યો હતો. જે કસુરવાર અધિકારીઓએ નિષ્કાળજી દાખવી છે તેમના ખિસ્સામાંથી દંડની આ રકમ વસૂલવાની રહેશે. હાઇકોર્ટે અરજદાર ખેડૂતોની જમીન ફરીથી ખેતીલાયક બની શકે તે હેતુસર ડીડીયુ, નડિયાદના રિપોર્ટ અને ભલામણોનું પણ પાલન કરવા પણ જીપીસીબીને હુકમ કર્યો હતો.


અરજદાર ખેડૂતો તરફથી કરાવેલી રિટ અરજીમાં એડવોકેટ અન્શીન દેસાઇએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના કંગા ગામે અરજદારના ખેતરો અને જમીનની નજીક આરએસપીએલ લિ. કંપની દ્વારા સોડા-એશ માટેનો પ્લાન્ટ ઉભો કર્યો હતો. કંપની દ્વારા તેનું જોખમી અને કેમીકલયુક્ત એફલુઅન્ટ અને પ્રદૂષિત પાણી સીધુ એક કી.મી. દૂર દરિયાઇ પટ્ટામાં અને આસપાસની જમીનોમાં છોડાતું હતું.


ખાસ કરીને એફલુઅન્ટના વિકાસ માટે જે કેવાના બનાવાઇ હતી. તે પણ તૂટી જતાં તેની જાળવણી નહોતી કરાતી અને તેના કારણે બધુ પ્રદૂષિત પાણી આસપાસના ખેતરો અને અરજદારોની જમીનમાં ભરાઇ જતા હતા. જેના કારણે તેમની જમીનો બિનફળદ્રુપ અને બિનઉપજાઉ બની ગઇ હતી. આ અંગે અરજદારોએ છેક 2016-17 ની જીપીસીબી સહિતના સત્તાધીશોને રજૂઆતો કરી તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગણી કરી હતી, પરંતુ જીપીસીબી દ્વારા માત્ર નોટીસો આપી, દંડ કરવા સિવાયની કોઇ કાર્યવાહી કરાઇ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application