સાવરકુંડલામાં આરએસએસનાં બે કાર્યકરો પર હિચકારો હુમલો

  • March 16, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં બાઈક ટકારાવા મુદ્દે જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. બે બાઈક ટકરાતા રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના કાર્યકર્તા ઉપર પાંચ શખસોએ એક સંપર્ક કરી માર માર્યો હતો. ભાભલુભાઈ ખુમાણ અને વિક્રમસિંહ ઉપર અજાણ્યા પાંચ શખ્સોએ એક સંપ કરી મારામારી કરી,એક વ્યક્તિએ ગળે ટૂંપો દીધો. અન્ય ત્રણ જણાએ ઢીકા પાટુનો માર માર્યો અને એક શખ્સે પોતાની પાસે રહેલા ધારદાર હયિાર વડે ભાભલુભાઈ ખુમાણને આખા શરીરે ઇજા પહોંચાડતા લોહી લુહાણ હાલતમાં સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે.આ સમાચાર સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુ સંગઠનના આગેવાનો કે.કે.હોસ્પિટલ દોડી ગયા છે.

જાણવા મળ્યા મુજબ ઇજાઓ ગંભીર પ્રકારની હોવાી ઘાયલ ભાભલુભાઈને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
​​​​​​​
ભાભલુભાઇ બાવકુભાઇ ખુમાણ ઉ.વ. ૩૪ રહે.સાવરકુંડલા,ગાયત્રી સોસાયટી તા.સાવરકુંડલા જી.અમરેલી તા મિત્ર વિક્રમભાઇ ભીખાભાઇ વાઘાણી જી.કચ્છ હાલ રહે.સાવરકુંડલા શ્રીજીનગર વાળા
પોતાની બાઇક લઈ જે વી મોદી હાઇસ્કુલ પાસેીી પસાર તા હતા ત્યારે સામેી ટ્રીપલ સવારી બાઈક સવારે તેમની તદ્દન નજીક અડાઈ જાય તેમ બાઈક રાખતા, તે અજાણ્યા બાઈક સવાર સામે જોતા સામેવાળો ગાળાગાળી કરી નીચે ઉતરી ભાભલુભાઇ ને પછાડી દીધેલ. સો રહેલા વિક્રમભાઈ વિકલાંગ હોઈ તેમને એક બાજુ ધક્કો મારી દેતા પડી ગયેલા. આ દરમ્યાન સામે આવેલ જનતા ગેરેજમા ી પણ ચાર પાંચ શખ્સો દોડી આવીને ધારદાર હયિાર વડે હુમલો કરેલ અને ખિસ્સામાં રહેલ રોકડ રકમ રું ૪૨,૦૦૦/- પણ લૂંટી લીધેલા.
ભાભલુભાઈ ને શરીરે ડાબી બાજુ પીઠના ભાગે તા ગળાના ભાગે તા ડાબા પગમાં ઘુંટણના ભાગે ઇજા કરેલ અને જાની મારી નાખવાની ધમકી આપેલ હોય આ આઠ અજાણી વ્યકિતઓ સામે ઇન્ડીયન પીનલ કોડની કલમો  ૩૨૩,૩૯૪, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨)  ફરીયાદ દાખલ યેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application