ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત ફૌજી પર ધોકા-તલવારથી હિચકારો હુમલો

  • April 26, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં પોલીસ ગુનેગારોના ઘર તોડે, વીજકનેક્શન કાપે કે વરઘોડા કાઢે તેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાય અને અન્ય લોકો ગુનાખોરી કરતા પહેલા વિચાર કરે એ વાત ખોટી પડી રહી છે. આમ લોકોમાં પણ પોલીસનો કોઈ ભય જ નથી એ રોજબેરોજની મારામારી સહિતના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા જોવા મળે છે.


જેનો વધુ એક પુરાવો ગઈકાલે શાપરમાં જોવા મળ્યો હતો. શાપરમાં પડોશી શખસને રાત્રીના ડીજે બંધ કરવાનું નિવૃત ફૌજી કહેવા જતા શખસ અને આણી ટોળકીએ ધોકા, તલવાર, પાઇપ સાથે આંતક મચાવી મળી નિવૃત ફૌજીના ઘર ઉપર હલ્લો મચાવી ડેલામાં ઘા માર્યા હતા. અને ફૌજી ઉપર પણ હુમલો કરી ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા અન્ય લોકોના વાહનોમાં તોડફોડ કરી હતી. ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સામા પક્ષે પણ એક યુવક પોતા ઉપર તલવારથી હુમલો થયાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મેટોડાના શ્રીનાથજી પાર્કમાં સંજીવની હોસ્‍પિટલ પાસે રહેતાં રાજાભાઇ બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૯) નામના નિવૃત ફૌજી રાત્રે ઘર પાસે હતા ત્યારે પડોશમાં રહેતાં યાજ્ઞિક તથા અજાણ્‍યા શખ્‍સોએ ટોળકી રચી ધોકા-પાઇપથી હુમલો કરી ઇજાઓ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે મુળ આસામનો અને હાલ મેટોડા શ્રીનાથજી પાર્કમાં રહી કારખાનામં નોકરી કરતો અભિનામ જોનભાઇ દાસ (ઉ.વ.૨૩) પણ પોતાના પર તલવારથી હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.


નિવૃત ફૌજી રાજાભાઇના પુત્ર અમિતભાઇના કહેવા મુજબ પડોશમાં રાત્રીના સાડા બાર વાગ્‍યા સુધી એકદમ ફૂલ અવાજે ડીજે વગાડવામાં આવી રહ્યું હોવાથી મારા પિતા રાજાભાઇ અભિનાવને ડીજે બંધ કરવાનું અને કા ધીમુ રાખવાનું કહી ઘરે પરત ફર્યા હતા. ત્‍યાં પાછળ અભિનામ, તેના મિત્ર યાજ્ઞિક સહિતના અજાણ્યા સાથે મળી ટોળકી રચી અમારા ઘરના ડેલા પર પથ્‍થરમારો કરી ધોકા,પાઇપ,તલવારના ઘા કરી હોબાળો મચાવ્યો હતો. આથી મારા પિતા બહાર નીકળતાં તેમના પર ટોળકી તૂટી પડી હતી. દેકારો થતાં બીજા રહેવાસીઓ ભેગા થઇ જતા શખ્સો ભાગી ગયા હતા ટોળકીએ અમારા પડોશીની બે કાર બહાર પાર્ક કરી હોઇ તેમાં પણ પાઇપ-ધોકા મારી તોડફોડ કરી હતી.

સામા પક્ષે અભિનામ દાસ (ઉ.વ.23)નો યુવક પણ સિવિલમાં દાખલ થયો હતો તેના કહેવા મુજબ મારા બે વર્ષના પુત્રનો બર્થડે હોઇ અમે ડીજે વગાડતાં હતાં ત્‍યારે પડોશી રાજાભાઈએ આવી ડીજે બંધ કરવાનું કહી તલવારથી હુમલો કરતા મને પડખામાં ઇજા થઇ હતી. બનાવ અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application