વિશ્ર્વ હેરીટેજ દિવસ નિમિતે જામનગરમાં આજે યોજાઇ હેરીટેજ વોક વીથ કવીઝ

  • April 18, 2025 12:07 PM 


વિશ્વ હેરિટેજ ડેની ઉજવણીના ભાગ‚પે પરિભ્રમણ અને એસેન્ટ્રક એડવેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે આજે જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી અને તે અંગે માહિતી આપવા માટે હેરિટેજ વોક વીથ કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સ્થળ પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને સાચો જવાબ આપનાર વિજેતાને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ હેરિટેજ વોક ભુજીયા કોઠાથી શ‚ કરીને દરબારગઢ સુધીમાં આવતા ઘણા બધા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી, હેરિટેજ વોકમાં દરેક વ્યક્તિએ પોતાનું વાહન લઇને હેરીટેજ સ્થળોની મુલાકાત લીધી હતી, તેમજ હેરીટેજ ડે નિમિતે જામનગર શહેરના ખંભાળીયા ગેઇટ, દરબારગઢ, ભૂજિયો કોઠો સહિતના ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લઇ બાળકોને તેમજ અન્ય લોકોને ઐતિહાસિક ઇમારતોની વિશેષતાઓ જણાવી હતી, જેમાં બાળકો, ભાઇઓ-બહેનો સહિત ર૦૦ થી રપ૦ લોકો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application