ISSમાં સતત નબળા પડી રહ્યા છે સુનિતા વિલિયમ્સના હાડકા, આ છે કારણ
સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કન્ફર્મ કર્યું છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લઈ આવનાર સ્પેસક્રાફ્ટ ત્યાં પહોંચી ગયું છે. આ વર્ષે જૂનમાં સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 10 દિવસની યાત્રા પર ગયા હતા. પરંતુ તેમના એરક્રાફ્ટમાં ખરાબી સર્જાતા તેને ખાલી હાથ પૃથ્વી પર પરત બોલાવી લેવામાં આવ્યું હતું. હાલ બંન્ને ફેબ્રુઆરી 2025 પહેલા પૃથ્વી પર પહોંચે તેવી શક્યતા નથી.
નાસાનું આ મિશન કુલ 10 દિવસનું હતું જેમાં તેણે ISSમાં આઠ દિવસ પસાર કરવાના હતા. ટેકનિકલ સમસ્યાઓના કારણે આ મિશન દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું. સ્ટારલાઈનર અવકાશયાનમાં હિલીયમ લીક થવાની ફરિયાદ હતી. તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ઉણપ સંપૂર્ણપણે દૂર થઈ શકી નથી. આ પછી વાહનને સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતારવામાં આવ્યું હતું.
નાસાએ સુનીતા વિલિયમ્સને ISSની કમાન્ડર બનાવી છે. સ્પષ્ટ છે કે, અવકાશયાત્રીઓ પણ આઠ દિવસ અવકાશમાં રહેવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા હતા. આવી સ્થિતિમાં, આ વધેલી અવકાશ યાત્રાને કારણે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. આ સિવાય અવકાશયાત્રીઓને શરીરની હાડકાની ઘનતાના અભાવ સાથે પણ સંઘર્ષ કરવો પડે છે. વાસ્તવમાં હાડકાંનું વજન પણ ઘટે છે અને હાડકાં નબળાં પડી જાય છે. જેના કારણે ટિશ્યુઝને નુકસાન થવા લાગે છે.
સુનીતા વિલિયમ્સ જેવી અવકાશયાત્રીની હાડકાની ઘનતા દર મહિને 1.5 ટકા ઘટે છે. આ સિવાય બંને અવકાશયાત્રીઓ સ્પેસ રેડિયેશનથી પણ જોખમમાં હોઈ શકે છે. ISS માં તેમના રોકાણ દરમિયાન, બંને અવકાશયાત્રીઓ પ્રયોગશાળામાં સતત સંશોધન અને સહયોગ કરી રહ્યા છે. સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ જે બંનેને પરત લાવવા માટે મોકલવામાં આવી હતી તેમાં નિગ હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગુરબાનોવ પણ સામેલ હતા. નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં સુનિતા વિલિયમ્સ નવા મહેમાનોનું સ્વાગત કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech