અહીં લોકો સોશિયલ મીડિયા પર કિડની વેચવા માટે મજબૂર

  • August 31, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મ્યાનમારમાં આર્થિક સંકટનો સમયગાળો હાલમાં ચરમસીમાએ પોહચ્યો છે. લોકો ગરીબી અને દેવા હેઠળ દટાયેલા છે. દેશની મોટી વસ્તી રાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવવા માટે મજબૂર બન્યા છે. મ્યાનમાર સરકાર લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના દાવા કરી રહી છે. પરંતુ જમીન પરના આ દાવાની વાસ્તવિકતા અલગ છે.


મ્યાનમારની સ્થિતિ એવી છે કે લોકો પોતાની કિડની પણ વેચવા મજબૂર છે. તેઓ કિડની વેચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. મ્યાનમારના લોકો સોશિયલ મીડિયા પર કિડની વેચવા સંબંધિત પોસ્ટ કરી રહ્યા છે. પોસ્ટમાં તેઓ બ્લડ ગ્રુપ પણ જણાવી રહ્યા છે અને ખરીદદારોના સંદેશા માટે અપીલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ એવા મેસેજ પણ મોકલ્યા હતા કે મારું બ્લડ ગ્રુપ (O) છે, પ્લીઝ ડીએમ.


કિડની વેચતા લોકો

કિડની ઓફર કરનારા ઘણા લોકો પ્રકાશમાં આવ્યા છે. મ્યાનમારના ત્રણ લોકોએ તાજેતરમાં જ ફેસબુક ગ્રૂપ પર અંગો વેચવાની ઓફર કરી હતી અને આ સંબંધમાં તેઓએ અંગોના વેપાર સાથે સંકળાયેલા લગભગ બે ડઝન લોકો સાથે વાત પણ કરી હતી. કિડની દાતા સાથે વાત કરતા આ લોકો ખરીદાર અને એજન્ટ હોવાનું કહેવાય છે.


ફેસબુકે ભર્યું એક મોટું પગલું

ફેસબુકે એક મોટું પગલું ભરતા આ ગ્રુપને હટાવી દીધું છે જેને અંગો વેચવાની ઓફર કરવામાં આવી હતી. ફેસબુકે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવી સામગ્રીને મંજૂરી આપતું નથી જેમાં માનવ શરીરના અંગો ખરીદવા અથવા વેચવામાં આવતાં હોય. આ સાથે ફેસબુકે તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કહ્યું છે કે તે કડક કાર્યવાહી પણ કરશે.


થયો મોટો ખુલાસો


માહિતી આપવામાં આવી હતી કે આ ઓનલાઈન ઓર્ગન ટ્રેડ ગ્રુપમાં વિક્રેતાઓ વચેટિયાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. મધ્યસ્થીઓ પણ આમાં ખૂબ સક્રિય હોવાનું કહેવાય છે. વચેટિયાઓનું કામ ડોનરને રિસીવર સાથે જોડવાનું છે અને તે પછી સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની સાથે સર્જરીની પણ વ્યવસ્થા કરી હોવાનું કહેવાયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application