રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર આવેલી મહાપાલિકાની મુખ્ય કચેરી કે યાં આગળ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક સહિતના મુખ્ય પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સીટી એન્જિનિયર સહિતના ઉચ્ચ અધિકારીઓ બેસે છે તે સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સોમવારની સવારે ખુલતી કચેરીએ આરટીઓ દ્રારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવતા તેમજ અનેકને દડં ફટકારવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. ખાસ કરીને અમુક અરજદારોને તો મેમો ફટકારવા ઉપરાંત તેમના જૂના મેમાની ઉઘરાણી પણ કાઢવામાં આવતા કચેરીમાં કામકાજ બદલ આવેલા અરજદારોની હાલત કફોડી થઇ ગઇ હતી.
મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જન્મ–મરણના દાખલા કઢાવવા માટે કે આધાર કાર્ડમાં સુધારો–વધારો કરવા માટે આવતા અરજદારોને રોકવામાં આવતા હતા. તેઓ પાસે કેમ હેલ્મેટ પહેયુ નથી તેમ કહી દડં વસૂલ કરવામાં આવતો હતો.
મહાપાલિકા કચેરીના સ્ટાફના વર્તુળોએ આક્રોશભેર જણાવ્યું હતું કે સામાન્ય રીતે હેલ્મેટ તો રોડ ઉપર યારે વાહન ચાલતું હોય ત્યારે પહેરવાની જર પડે છે. કચેરીની બહાર કોઇ વ્યકિત હેલ્મેટ ઉતારીને કચેરીમાં પ્રવેશી શકે છે અને આ સંજોગોમાં તેઓની પાસેથી દડં વસૂલી શકાતો નથી. પરંતુ આરટીઓના અધિકારીઓને આવા કોઇ જ નિયમ લાગૂ પડતા ન હોય તેમ તેઓ ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે અને મન ફાવે તેવા દંડની વસૂલાત કરી રહ્યા છે. એટલું જ નહિં વાહનચાલક એટલે કે કોર્પેારેશને આવેલા અરજદાર કોઇ દલીલ કરે કે ખુલાસા કરે તો તેઓની વાતને સાંભળવામાં આવતી ન હતી. મશિન દ્રારા ડાયરેકટ મેમા પકડાવી દેવામાં આવતા હતા, સાથે જ જૂના મેમાના પણ ઉઘરાણા કરવામાં આવતા હતા.
અગાઉ ટ્રાફિક પોલીસે પણ કોર્પેારેશન કચેરીના પરિસરમાં હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. જેમાં ભાજપના કોર્પેારેટર પણ દંડાયા હતા. સામાન્ય અરજદાર કચેરીએ આવે તો તેની પાસે રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. લોકોને હેરાન કરવામાં કોઇ જ પાછીપાની કરવામાં આવતી નથી. બીજી તરફ આરટીઓના અધિકારીઓએ આજે નિયમ વિધ્ધ ભાજપના શાસકોની આખં નીચે કોર્પેારેશન કચેરીના પરિસરમાં દંડના ઉઘરાણા કર્યા હતા. છતાં કોર્પેારેશનના અધિકારીઓ કે શાસકોએ તેઓને રોકવાની તસ્દી લીધી ન હતી. કેટલાક અરજદારો તો ઉછીના સ્કૂટર લઇને જન્મ–મરણના દાખલા કઢાવવા આવ્યા હતા. તેઓને પણ આરટીઓ સ્ટાફએ બયા ન હતા
આરટીઓ ઓફિસનો કેટલો મિલ્કતવેરો–પાણી વેરો બાકી છે ? તેની તપાસ શરૂ !
આરટીઓ ઓફિસના સ્ટાફ દ્રારા અવારનવાર હેલ્મેટ ચેકિંગ ના નામે મહાપાલિકા કચેરી સંકુલમાં અધિકારીઓ કર્મચારીઓ અને કોર્પેારેટરો સહિતનાઓને દડં કરવામાં આવતો હોય હવે આરટીઓ ઓફિસનો કેટલો મિલકત વયરો અને પાણી બાકી છે તે અંગે એની તપાસ હાથ ધરીને નોટિસ ફટકારવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું વિશ્વસનીય કર્મચારી વર્તુળોમાંથી જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech