દિલ્હીમાં પ્રદૂષણ બેકાબુ: AQI ૧૧૮૫: ભારે વાહનો પર પ્રતિબંધ

  • November 18, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેકસ (એકયુઆઈ) ૭૦૦ને પાર કરી ગયો છે. દિલ્હીના મુંડકામાં સૌથી વધુ એકયુઆઈ જોવા મળ્યો હતો. આજે સવારે ૬:૪૫ વાગ્યે અહીં એકયુઆઈ ૧૧૮૫ હતો. આ વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે ગ્રેપ–૪ લાગુ કર્યેા છે. ગ્રેપ–૪ની સ્થાપના સાથે દિલ્હી–એનસીઆરમાં ઘણા વાહનોની અવરજવર પર પ્રતિબધં રહેશે. સરકારની આ નવી માર્ગદર્શિકા આજે સવારે ૮ વાગ્યાથી અમલમાં આવી રહી છે.
દિલ્હી–એનસીઆરમાં ઘણા ભારે વાહનો પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે. દિલ્હી બહારથી આવતા કેટલાક ખાસ કોમર્શિયલ વાહનોનો પ્રવેશ પણ બધં કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર ઇલેકિટ્રક વાહનો ચલાવી શકાય છે. ગ્રેપ–૪ના અમલીકરણ સાથે, દિલ્હી–એનસીઆરમાં સીએનજી ઇલેકિટ્રક અને બીએસ ૬ ડીઝલ ટ્રક સિવાય અન્ય કોઈપણ ઈંધણ પર ચાલતા વાહનોના પ્રવેશ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.
સરકારે દિલ્હી બહારથી આવતા તમામ કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. પરંતુ ઇલેકિટ્રક વાહનો, સીએનજી અને બીએસ ૬ ડીઝલ પર ચાલતા વાહનો દિલ્હીમાં પ્રવેશી શકશે. ડીઝલ–૪ અથવા ઓછી ક્ષમતાવાળા ડીઝલનો ઉપયોગ કરતા એમજીવી અને ભારે માલસામાનના વાહનો પર પણ દિલ્હી–એનસીઆરમાં પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દેશની રાય સરકારો રાયમાં ખાનગી વાહનો પર ઓડ–ઇવન નિયમ લાગુ કરી શકે છે.
વાહનો અંગે માર્ગદર્શિકા જારી કરવાની સાથે સરકારે સરકારી અને ખાનગી કચેરીઓ અને શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, દિલ્હી– એનસીઆરમાં દરેક ઓફિસો ૫૦ ટકા ક્ષમતા સાથે ચલાવી શકાશે. સરકારે કર્મચારીઓને ઘરેથી કામ આપવાનું પણ સૂચન કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News