જામનગરના ગુરુદ્વારા મંદિરમાં વીજળી બચાવવા માટે એક અનોખી પહેલ: ધાર્મિક સ્થળ સહિતની જાહેર જગ્યામાં પણ વીજળી બચત માટેના ઉપાય માટેના અમલીકરણનું પ્રેરણાદાયી પગલું
જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે એક પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે, જેની સરાહના થઈ રહી છે.
જામનગર ગુરુદ્વારા સાહેબ મા ગુરુદ્વારા અને સંગત ના સહયોગ થી ૪૦ કિલો વોલ્ટ નું સોલર પેનલ ગુરુદ્વારા મંદિર પરિસરના છત પર લગાવવામાં આવ્યું છે. વિજ બિલ થી રાહત થાય, અને સંસ્થા ટ્રસ્ટ ને વિજ બિલના નાણા ભરવા ન પડે, અને મોટી બચત થાય, તેમજ રાષ્ટ્ર ને સૌર ઊર્જા વધુ ઉત્પાદન કરવામાટે સહાયરૂપ થવાની ભાવનાથી સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જે આશરે ૧૫ લાખ રૂપિયા ખર્ચ થી સોલાર પ્લાન્ટ લાગવા માં આવ્યો છે.જેમાં ૭૩ નંગ સોલાર પેનલ છે અને પ્રત્યેક નંગ ૫૫૦ વોલ્ટ ના કુલ ૪૦ કિલો વોટ ના છે, અને પ્રતિ કિલો વોટ ૪ થી ૫ યુનિટ વીજળી ઉત્પાદન કરીને આપે છે.
જે સમગ્ર કામગીરી આદિત્ય એનર્જી કોર્પોરેશન વાળા અતુલભાઇ કોઠારી અને પારસભાઈ સિદ્ધપુરા તેમજ દીપકભાઈ જિલકા સ્ટ્રક્ચર વર્ક દ્વારા કરવામાં આવી છે. પીજીવીસીએલમાં શનિવારના દિવસે રજા હોવા છતાં પણ સેન્ટ્રલઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર અને જુનિયર ઈજનેર વિવેક શર્મા સ્થળ પર હાજર રહ્યા હતા, અને વીજ મીટર લગાવવામાં મદદરૂપ બન્યા હતા.
જે ગુરુદ્વારા સાહેબ માં દિવસ દરમિયાન કુલ ૧૬૦ થી ૨૦૦ યુનિટ ઉત્પન્ન કરવા ની ક્ષમતા ધરાવે છે. જે વિજ યુનિટ સોલાર પાવર જનરેટ થતાં ગુરુદ્વારા ને વર્ષ દરમિયાન વીજ બિલ માટે પાંચ લાખ થી સાડા પાંચ લાખ રૂપિયા ની બચત થશે. તેમજ તે ઉપરાંત ઉપયોગમાં લીધા બાદ અન્ય યુનિટ બચત કરતાં યુનિટ નું વિજ કંપની દ્વારા વળતર પણ મળવા પાત્ર થશે.
આમ સંસ્થા ટ્રસ્ટ દ્વારા પોતાના ગુરુદ્વારા ભવન માટે સૌર ઉર્જા સોલર પ્લાન્ટ નાખી ટ્રસ્ટના અને રાષ્ટ્ર ના વિકાસ માં ભાગીદાર બની અન્ય મોટી સંસ્થાઓ ટ્રસ્ટ અને ધાર્મિક સ્થાનો માટે ઉદાહરણ રૂપ બનીને "સોર ઊર્જા" થી ગુરુદ્વારા સિંઘ સભા જામનગર ટ્રસ્ટના હોદ્દેદારો અને સંગત ની આ અનોખી પહેલ ની પ્રશંસા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech