યુએસમાં અતિ ભારે બરફ વર્ષા,પશ્ચિમ કોલંબિયામાં લેન્ડસ્લાઈડથી ૩૩નાં મોત

  • January 15, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં અતિ ભારે બરફ વર્ષના લીધે જન જીવન પ્રભાવિત થયું છે અને ૨૦૦૦થી વધુ લાઈટસ રદ કરવી પડી છે તો ઉત્તર મેદાની વિસ્તારોમાં બરફના તોફાનની ચેતવણી આપવામાં આવી છે . બરફ વર્ષના લીધે અનેક શહેરોમાં વીજળી ગુલ થઇ જવા પામી છે. બીજી તરફ પશ્ચિમી કોલંબિયામાં લેન્ડસ્લાઈડથી ૩૩ના મોત થયાના અહેવાલો છે.

ઓરેગનથી લઈ ઉત્તર મેદાની વિસ્તારોમાં બરફના તુફાનની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ન્યૂ મેકિસકોમાં ઝડપી પવનોની સાથે જ મધ્ય અટલાન્ટિકમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બરફવર્ષાના કારણે અમેરિકાના ઘણા શહેરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે, જેનાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે.

અમેરિકામાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોંટાનાના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી લઈ ૩૪ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયુ છે. શિયાળાની ઠંડીની કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. લોકોને ઘરેથી નીકળવાનું મુશ્કેલ બની ગયુ છે. ઘણા શહેર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બરફના તુફાને લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે.

ઓરેગનથી લઈ ઉત્તર મેદાની વિસ્તારોમાં બરફના તુફાનની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે ન્યૂ મેકિસકોમાં ઝડપી પવનોની સાથે જ મધ્ય અટલાન્ટિકમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બરફવર્ષાના કારણે અમેરિકાના ઘણા શહેરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે, જેનાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. મિશિગન અને વિસ્કોન્સિનમાં ૧.૨૫ લાખથી વધારે લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે. બરફવર્ષાના કારણે પશ્ચિમી કોલંબિયા લેન્ડસ્લાઈડ થયુ છે, જેમાં ૩૩ લોકોના મોત થયા છે અને લગભગ ૩૫ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકો કાટમાળ નીચે દબાયા છે, જેની શોધખોળ ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. અમેરિકી એરલાઈન્સે ૨૦૦૦થી વધારે લાઈટને રદ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર અમેરિકામાં લગભગ ૭૬૦૦ લાઈટ લેટ થઈ છે.

એરપોર્ટ પર જામી ગયો બરફ
અમેરિકાના બે એરપોર્ટ પર લાઈટ રદ થવાની સંખ્યા સૌથી વધારે છે. ઓહારે જતી લગભગ ૪૦ ટકા લાઈટ રદ કરી દેવામાં આવી છે, ત્યારે મિડવે જનારી ૬૦ ટકાથી વધારે લાઈટ રદ થઈ ગઈ છે.

ઘણા શહેરોમાં બરફના તોફાનનું એલર્ટ

રસ્તાઓ પુરી રીતે બરફથી ઢંકાઈ ગયા છે. ગાડીઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે અધિકારીઓએ ગ્રેટ લેકસ અને મિડવેસ્ટ માટે બરફના તોફાનનું એલર્ટ આપ્યું છે. આયોવાથી લઈ શિકાગો સહિત ગ્રેટ લેકસ સુધઈ ભારે બરફવર્ષા અને ૫૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની આશંકા છે. તેની સાથે જ ઓછી વિજિબિલિટીને કારણે લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application