ઉત્તર ભારતમાં ઠંડી, દક્ષિણમાં ભારે વરસાદ તમિલનાડુ સહિત 5 જિલ્લામાં જળબંબાકાર

  • November 10, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં હાલ શિયાળાની શરૂઆત થઈ છે. ત્યારે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ સહિતના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ છે. જેને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે તો એક તરફ સ્કૂલ કોલેજોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાયી છે. કોઈમ્બતૂર સહિત 5 જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. તમિલનાડુનાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયી ઉઠ્ય છે.

દેશભરમાં હાલ અનેક સીઝન જોવા મળે છે. જેમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા મધ્ય ભારતમાં ઠંડી તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. હાલ છેલ્લા અનેક દિવસોથી તમિલનાડુ સહિત કેરળમાં વરસાદી માહોલ હતો. જેને કારણે તમિલનાડુના કોઈમ્બતૂર સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. તમિલનાડુના ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે હાલ લોકોને ભારે હાંલાકી અનુભવાઈ રહી છે. રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો અનેક જગ્યાએ ટ્રાફિક જામના પણ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદીની ભારે આગાહીને જોતા પ્રશાસને સ્કૂલ કોલેજો બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. હાલ ચેન્નઈ, કોઈમ્બતૂર, તિરુપુર, મદુરૈ સહિત નીલગીરીની તમામ સ્કૂલોમાં વરસાદને લઈ રજાઓ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, પુંડુચેરી સહિત કણર્ટિકના વિવિધ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. ઉત્તરી-પૂર્વીય મોનસૂનને કારણે દક્ષિણ ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયમાં વરસાદી માહોલ રહે છે.. જેને કારણે જ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હાલ વરસાદ જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application