સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગુજરાતમાં સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આગામી તારીખ 16થી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ સાઉથ વેસ્ટ મોનસુન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમા છે. મહારાષ્ટ્ર ઓડીસા આસામમાં સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે તે વધુ પ્રભાવક બનશે. આ પરિસ્થિતિ જોતા આગામી તારીખ 16 થી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના 35 થી 45 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 55 કીલોમીટર આસપાસ પહોંચી જવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર દ્વારકા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણેક દિવસ માટે વરસાદનું જોર અને તેનો વિસ્તાર થોડો ઘટશે પરંતુ તારીખ 16 પછી ફરી ચોમાસુ જમાવટ કરશે.
ગુજરાત ઉપરાંત ગોવા મહારાષ્ટ્ર કેરલ કર્ણાટક અરુણાચલ આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડીસા આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢ તામિલનાડુ તેલંગાણા પોંડીચેરી સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech