છેલ્લા એકાદ સપ્તાહથી નવસારીમાં અટકેલું નૈઋત્યનું ચોમાસુ એક ડગલું પણ આગળ વધ્યું નથી. પરંતુ આમ છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અને રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી બે દિવસ માટે ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં તોફાની પવન ખાતે ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત મહીસાગર વડોદરા છોટાઉદેપુર અરવલ્લી પંચમહાલ દાહોદ નર્મદા ભરૂચ સુરત ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદર રાજકોટ અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં દરિયાની સપાટીથી 3.1 કીલોમીટરની ઊંચાઈ પર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયુ છે અને તેની મધ્યમાંથી એક જ ટ્રફ પસાર થઈ રહ્યું છે. જે મહારાષ્ટ્ર સુધી લંબાયું છે અને તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 21 તાલુકામાં સામાન્ય ઝાપટાથી બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. વરસાદનું વધુ પ્રમાણ ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં રહેવા પામ્યું હતું. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં એક ઇંચ વરસાદ થયો છે.વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે આવી ગયું છે. જોકે અમદાવાદ ડીસા અને ગાંધીનગરમાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડીગ્રીથી વધુ રહ્યું છે. અમદાવાદમાં 40.6 ગાંધીનગરમાં 40.5 અને ડીસામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર
December 21, 2024 11:48 AMજામનગરથી લાલપુર-વેરાડ ૩૨ કિમી રોડનું રૂ. ૧૮ કરોડના ખર્ચે નવીનીકરણ
December 21, 2024 11:45 AMમોરબીમાં ટયુશનમાં આવતી સગીરા સાથે શિક્ષકના અડપલાં: પરિવારે મેથીપાક ચખાડયો
December 21, 2024 11:43 AMધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી.ની ખોડીયાર કોલોની શાખાનું સ્થળાંતર
December 21, 2024 11:42 AMમારે તું હવે જોઈતી નથી, તું પાછી આવતી નહીં, બાબરા પંથકની પરિણીતાને ત્રાસ
December 21, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech