સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ગત રાતે બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 7 લોકોના કમકમાટીભયર્િ મોત નીપજ્ય હતા જયારે પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈથી લગભગ 400 કિમી દૂર જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કડવાંચી ગામ નજીક મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે કે જે સમૃદ્ધિ એક્સપ્રેસ વે તરીકે જાણીતો છે ત્યાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ 7 લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. અકસ્માતની જાણ આસપાસના ગામના લોકો દોડી ગયા હતા અને તંત્ર આવે ત્યાં સુધીમાં બચાવ કાર્ય શરુ કરું હતું. રાતના અકસ્માતના પગલે ચારેબાજુ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય સુધી ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
અકસ્માતની મળતી વિગત મુજબ કાર ઈંધણ ભયર્િ બાદ ખોટી દિશામાંથી હાઈવે પર ઘૂસી ગઈ અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. આ તરફ ટક્કર એટલી જોરદાર હતી કે કાર હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર પડી હતી જ્યારે મુસાફરો કારમાંથી રોડ પર પડી ગયા હતા. બીજી કાર કચરાના ઢગલાની જેમ બીજી તરફ પડી હતી.અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને 7 લોકોના મૃતદેહ હાઈવે પર લોહીથી લથપથ જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.જ્યાં તમામની હાલત સ્થિર ગણાવાઈ રહી છે, સમૃદ્ધિ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રમાં આંશિક રીતે કાર્યરત છ-લેન 701 કિલોમીટર લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech