ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલ તારીખ 22 થી 24 સુધી હિટ વેવનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમી વધી જતાં લોકો બેચેની અને અકળામણનો અનુભવ કરી રહ્યા છે.
આજે વેરાવળમાં ભેજનું પ્રમાણ સવારે 95 ટકા ભુજમાં 81 દ્વારકામાં 85 કંડલામાં 81 નલિયામાં 86 ઓખામાં 85 પોરબંદરમાં 90 સુરતમાં 70 દમણમાં 70 દીવમાં ૭૯ ટકા નોંધાયું છે. દરિયાકાંઠાથી દૂર હોવા છતાં રાજકોટમાં આજે પણ ભેજનું પ્રમાણ 83% નોંધાયું છે.
કચ્છ જિલ્લામાં નખત્રાણામાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભુજમાં સામાન્ય ઝાપટું પડ્યું હતું. કચ્છ જિલ્લાના ભુજ અને નખત્રાણા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ગુરુવારે અમરેલીમાં 36 ભાવનગરમાં 34.7 ભુજમાં 35.5 જામનગરમાં 32.8 કંડલામાં 35.4 નલિયામાં 32.4 ઓખામાં 31.1 પોરબંદરમાં 34 વેરાવળમાં 33.9 અને રાજકોટમાં ૩૭.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
મધ્ય પ્રદેશ આસામ છત્તીસગઢ અને કર્ણાટકમાં સાયકલોનિક સર્ક્યુલેશન એક્ટિવેટ બન્યા છે. તેના કારણે પશ્ચિમ બંગાળ ઓડીસા ઝારખંડ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ સિક્કિમ બિહાર અરુણાચલ આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરલા તેલંગાણા ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ માટેની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech