ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગની ચેતવણી, પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે

  • February 20, 2025 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતીઓ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આમ રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં નજીવી વધઘટ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે.


રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શિયાળાની વિદાઈ થઈ રહી છે અને ગરમી વધતી જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં દિવસના સમયે ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનના નોંધાયેલા આંકડા મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application