ઉનાળાની ગરમીમાં વધુ વધારો થશે અને આજે ભાવનગર પોરબંદર ગીર સોમનાથ તથા દિવ વિસ્તારમાં અમુક પોકેટમાં હીટ વેવ ની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રવિવારે અમદાવાદ એરપોર્ટ પર 42.8 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 41 રાજકોટમાં 41.3 સુરેન્દ્રનગરમાં 41.1 ડાંગમાં 41.2 ભુજમાં 40.3 વડોદરામાં 40.6 મહુવામાં 41.4 ભાવનગરમાં 39.2 પોરબંદરમાં 38.8 વેરાવળમાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
અરબી સમુદ્રના મધ્ય ભાગમાં આજે સવારે દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને આવા સાઈક્લોનિક સરકયુલેશન દેશના અનેક ભાગોમાં આજે જોવા મળ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સર્ક્યુલેશન ની અસરના ભાગરૂપે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. ભુજ ડીસામાં આજે સવારે વાદળો પણ જોવા મળ્યા હતા. આજે અમરેલીમાં 48 ભુજમાં 63 દ્વારકામાં 87 કંડલા મા 70 નલિયામાં 71 પોરબંદરમાં 72 રાજકોટમાં 78 અને વેરાવળમાં 63% ભેજ સવારે નોંધાયો છે.
બંગાળ બિહાર ઝારખંડ સહિત દેશના અનેક રાજ્યો હીટ વેવ નો સામનો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech