જામનગરના ડીડીઓના ઘર પાસે ઉકરડામાં રેકર્ડના ઢગલા

  • December 18, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીડીઓ દ્વારા તપાસનો આદેશ: કોના ઇશારાથી રેકર્ડને બહાર ફેંકી દેવામાં આવ્યું: તપાસનો ધમધમાટ

જામનગર જિલ્લા પંચાયત અવારનવાર વિવાદના વમણમાં આવે છે, ખુદ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના ઘર પાસે જિલ્લા પંચાયતના અગત્યના રેકર્ડના પોટલા જાહેરમાં કચરામાં મળી આવતા ભારે સનસનાટી મચી ગઇ છે, આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને તપાસ બાદ કોના ઇશારાથી આ રેકર્ડ જાહેરમાં ફેંકી દેવામાં આવે તે અંગે નક્કી થશે.
પવનચક્કી વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારીનું ઘર આવેલું છે, બે દિવસ પહેલા જ જિલ્લા પંચાયતનું કેટલુંક અગત્યનું મનાતું રેકર્ડ, ફાઇલ, અન્ય દસ્તાવેજ કચરામાં ખુલ્લામાં મળી આવતા ભારે સનસનાટી મચી ગઇ છે, આ અંગે જિલ્લા પંચાયતના કોઇકના ઇશારા મારફત રેકર્ડનો નાશ કરવા માટે આ કરાયું છે કે કેમ ? તે અંગે તપાસ શ‚ થઇ ચૂકી છે, આ પોટલામાં કેટલાક ટેન્ડર ફાઇલ, અગત્યના રેકર્ડ, કર્મચારીની ફાઇલ, જિલ્લા પંચાયતના મહત્વના દસ્તાવેજો હોવાનું બહાર આવ્યું છે, ફેંકી દેવાયેલા રેકર્ડને કોમ્પ્યુટરમાં લેવામાં આવે છે કે કેમ ? તે અંગે પણ તપાસ થશે.
હજુ થોડા મહિના પહેલા જ કેટલીક ફાઇલો પંચાયતમાં ગુમ થઇ હતી અને પંચાયતના કર્મચારીઓ સંડોવાયેલા હતા, ત્યારે આખેઆખો ભાંડો ફૂટ્યો હતો, હવે જ્યારે ફરીથી રેકર્ડ જાહેર મળી આવ્યું છે ત્યારે આ રેકર્ડ કોણે નાખ્યું ? પંચાયતમાંથી લઇને નાંખ્યું કે કેમ ? એ બધા પ્રશ્ર્નો અત્યારે તપાસનો વિષય બની ગયા છે, એક તરફ જિલ્લા પંચાયતમાં લોકોના કામ થતાં નથી, કેટલુંક રેકર્ડ મળતું પણ નથી, ત્યારે અગાઉ પણ ફાઇલ ગુમ થઇ છે, તે પણ હજુ મળી નથી, તેમાં પણ કેટલુંક રેકર્ડ સમાયેલું હોવાથી અમુક કામો થઇ શકતા નથી, ત્યારે ફરીથી ડીડીઓના ઘર પાસે કેટલુંક રેકર્ડ રસ્તામાંથી મળી આવતા ભારે ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application