રાજકોટ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી ખાલી પડી છે. અહીં આવવા માટે કોઈ તૈયાર ન હોવાની વાતો પંચાયત વર્તુળોમાં થઈ રહી છે. પરંતુ આમ છતાં એક મહિના પહેલા ભુજના એક અધિકારીને પ્રમોશન આપીને રાજકોટ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. આ અધિકારીએ એક મહિના જેટલો સમય પસાર થઈ ગયા પછી પણ હજુ ચાર્જ સંભાળ્યો નથી અને કયારે ચાર્જ સંભાળશે તે નક્કી ન હોવાથી રાજકોટ જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા 'ઓન પેપર' ભરાઈ ગઈ હોવા છતાં ખાલી જ છે.રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ડોકટર મિતેશ ભંડેરીની દેવભૂમિ દ્રારકા જિલ્લામાં બદલી થયા પછી પણ થોડા સમય માટે આવી જ પરિસ્થિતિ હતી. છેલ્લે ભડેરીની જગ્યાએ નિલેશ શાહ નામના અધિકારીને રાજકોટમાં પોસ્ટિંગ અપાયું હતું. પરંતુ એક વર્ષ પહેલા તેની બદલી થયા પછી હજુ રેગ્યુલર પોસ્ટિંગ ભરાયું નથી. નિલેશ શાહની બદલી પછી રાઠોડ નામના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમણે વોલીયનટરી રિટાયરમેન્ટ લઈને રાજીનામું આપી દીધું હતું. છેલ્લે પપ્પુસિંગ નામના અધિકારીને ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારીની જવાબદારી સોંપવામાં આવી હતી.તા.૧૪ નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે ફરજ બજાવતા આરોગ્ય અધિકારી આર.આર.ફુલમાળીને પ્રમોશન સાથે રાજકોટ મૂકવામાં આવ્યા હતા અને મુખ્ય આરોગ્ય અધિકારીની જવાબદારી સોપવામાં આવી છે. પરંતુ તે હજુ હાજર થયા નથી. નવા પોસ્ટિંગની જાહેરાત થઈ જતા વર્તમાન અધિકારીઓ પણ મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહે છે અને તેની અસર આરોગ્ય વિભાગની કામગીરી પર સ્પષ્ટ્ર જોવા મળે છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં આરસીએચઓની જગ્યા પણ ખાલી હતી અને તેના પર નવસારીના પી.જે.જોશીની નિમણૂક કરવામાં આવતા તેમણે જવાબદારી સંભાળી લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech