રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે, 'હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિએશન' દ્વારા મુખ્ય શહેરોમાં એક વ્યાપક સર્વે કરવામાં આવ્યો હતો. 40 ડોકટરોના મત મુજબ, લોકો મચ્છરોથી પોતાને બચાવવા માટે જે સસ્તી અગરબત્તીઓનો ઉપયોગ કરે છે તે ખરેખર શ્વાસ લેવા માટે હાનિકારક છે અને તે ફેફસાના ગંભીર રોગોનું કારણ બની રહી છે.
ડોકટરોની ચેતવણી
70 ટકા ડોકટરોએ સ્વીકાર્યું કે ગેરકાયદેસર મચ્છર અગરબત્તીઓમાંથી નીકળતો ધુમાડો શ્વસનતંત્ર માટે મોટો ખતરો છે. તે સિગારેટ જેવું જ ઝેર છે.
અગરબત્તીઓમાંથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા જેટલો જ હાનિકારક છે.
લગભગ 50% ગ્રાહકો માને છે કે 'હર્બલ' અથવા 'સિટ્રોનેલા' લેબલવાળી અગરબત્તીઓ સલામત છે, પરંતુ ડોકટરો ચેતવણી આપે છે કે મોટાભાગના આવા ઉત્પાદનો કોઈપણ નિયમન વિના ખોટા દાવાઓ સાથે બનાવવામાં આવે છે
સરકારી દરોડા અને પ્રયોગશાળા પરીક્ષણ દરમિયાન જાણવામાં આવ્યું છે કે સસ્તા ગેરકાયદેસર અગરબત્તીઓમાં મેપરફ્લુથ્રિન, ડાયમેફ્લુથ્રિન અને ફેનોબુકાર્બ હોય છે.
જે જંતુનાશકોનો ઉપયોગ થાય છે. આ રસાયણો ભારતના કેન્દ્રીય જંતુનાશક બોર્ડ દ્વારા માન્ય નથી. તે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
બંધ રૂમમાં લાંબા સમય સુધી આ અગરબત્તીઓ સળગાવવાથી ઉધરસ, ગળામાં દુખાવો અને છાતીમાં દુખાવો.,અસ્થમા અને COPD દર્દીઓમાં સમસ્યાઓમાં વધારો,આંખોમાં બળતરા, સતત માથાનો દુખાવો અને ચક્કર વગેરે અસર થાય છે. બાળકો અને વૃદ્ધોના નાજુક ફેફસાં પર પ્રતિકૂળ અસર થાય છે.
HICA ના ડિરેક્ટર જયંત દેશપાંડેના જણાવ્યા અનુસાર,
ગ્રાહકોએ ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી CIR નંબર તપાસવો .કોઈપણ મચ્છર ભગાડનાર ઉત્પાદન ખરીદતા પહેલા તપાસો કે પેકેટ પર સરકારી મંજૂરી દર્શાવતો સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ રજિસ્ટ્રેશન નંબર સાચો છે કે નહિ. ક્યારેય એવી અગરબત્તીઓ ન ખરીદો જેમાં CIR નંબર ન હોય.
વેન્ટિલેશન જાળવો
જો તમે અગરબત્તીઓનો ઉપયોગ કરો છો, તો રૂમને સંપૂર્ણપણે બંધ ન રાખો અને હવાની અવાર જવર ચાલુ રાખો.
કુદરતી વિકલ્પો અપનાવીને મચ્છરોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, દરવાજા અને બારીઓ પર જાડી જાળી લગાવવી અને ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો.